Skip to content

સવારમાં મને ત્રણથી ચાર વખત ટોયલેટ જવા છતાં પેટ સાફ થતું નથી

નમસ્કાર
સવારમાં મને ત્રણથી ચાર વખત ટોયલેટ જવા છતાં પેટ સાફ થતું નથી. દિવસ દરમિયાન મને ગેસ, ઓડકાર આવ્યા કરે છે. કોલોનોસ્કોપી પણ કરાવી છે. આયુર્વેદિક, એલોપેથીક અને હોમિયોપેથિક બધી જ દવાઓ ત્રણ વર્ષથી લઈ રહ્યો છું. આના માટે મારે શું કરવું જોઈએ કે જેથી કાયમી ધોરણે મને આ સમસ્યા દૂર થઈ જાય.

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
આપને પાચન બંધ હોવાના કારણે મંદાગ્નિના કારણે આ તકલીફ ઉભી થઇ છે. સામાન્ય રીતે પેટના રોગો ની અંદર આયુર્વેદિક દવાઓ વધારે અસરકારક અને જડમૂળમાંથી રોગને મટાડનારી હોય છે. પણ તેના માટે દવાઓ ની સાથે સાથે ખોરાકની પરેજી પણ રાખવી એટલી જ જરૂરી બને છે.
સમયસર અને લાંબો સમય દવાઓ લેવી એ આવશ્યક છે.
આ પ્રકારના રોગમાં કોઈ ઘરગથ્થુ અખતરાઓ મટાડી દે તેવું હોતું નથી. કદાચ ક્યારેક કોઈ અખતરો થોડા સમય માટે આપને રાહત આપી શકે પણ તે કાયમી રીતે મટાડી શકે નહીં.
આવા સંજોગોમાં કોઈ નજીકના સારા આયુર્વેદિક ડોક્ટર ને રૂબરૂ મળીને યોગ્ય સારવાર લેવી તે હિતાવહ છે કારણકે સમયાંતરે આમાં દવાઓ બદલતા રહેવું પડતું હોય છે.
આપ ત્યાં સુધી નીચે ની દવાઓ શરૂ કરી શકો છો
૧. વૃદ્ધ ગંગાધર ટેબલેટ બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. વત્સકાદી ઘન ટેબલેટ બે ગોળી બે વાર
૩. બિલ્વાવલેહ 10 ગ્રામ બે વાર
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
મેંદાનું અને બેકરીની તમામ વસ્તુઓ બંધ કરવી.
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
1. બસ્તિકર્મ
2. શિરોધારા કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top