Skip to content

Gas acidity throat food swallowing problem

Mari age 23 varsh ni chhe..mne last 6 year thi problem che.kaik khav ke nai khav 24 hours moh vate gas bahar nikre che. Gara ma jmti vkhte khorak atki jay che.gara MA kaik nde che evu lage chhe..divas na 3-4 var toilet jvu pde chhe..gas na karane pani pan pivatu nthii..acidity pan Roj thay chhe.garu under thi soji gyu hoy evu pain thay chhe..kayami sardi rhe che..6 year ma 10-12 doctors ni pase ilaj kravi chukyo chhu.koi frk nai..ultanu vdhare problem thay..pani pivama pan tklif pde. please tell me..what to do.!!

મારી ઉંમર ૨૩ વર્ષની છે. મને છેલ્લા છ વર્ષથી પ્રોબ્લેમ છે. કંઈક ખાવ કે ન ખાવ પણ 24 કલાક મોં વાટે થી ગેસ બહાર નીકળ્યા કરે છે. ગળામાં જમતી વખતે ખોરાક અટકી જાય છે. ગળામાં ખટકતું હોય તેવું લાગે છે. દિવસમાં ત્રણથી ચાર વાર ટોયલેટ જવું પડે છે. ગેસના કારણે પાણી પણ પીવાતું નથી. એસીડીટી પણ રોજ થાય છે. ગળામાં અંદરથી સોજો હોય એવો દુખાવો થાય છે. કાયમી શરદી રહે છે. છ વર્ષમાં 10 થી 12 ડોક્ટર પાસે સારવાર કરાવી ચુક્યો છું. કોઈ ફરક પડતો નથી.ઊલટાનો વધારે પ્રોબ્લેમ થાય છે. હવે તો પાણી પીવામાં પણ તકલીફ પડે છે. આના માટે શું કરવું તે જણાવશો

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપને ઘણી બધી તકલીફો છે.

ખાસ કરીને જોઈએ તો વાયુ, પિત્ત અને કફ આ ત્રણે ત્રણ દોષ એકસાથે તમારા શરીરમાં ઉત્પાત મચાવે છે.

આવા સમયે કોઈ રામબાણ ઇલાજ અથવા ગોળી તમને બધું એકસાથે મટાડી દે, તેવું કોઈપણ રીતે શક્ય નથી.

દસ થી બાર ડોક્ટર બદલવા છતાં છ વર્ષથી આપ ખૂબ જ હેરાન થાવ છો.પણ આપની આ જે તકલીફ છે તે ખાસ કરીને પાચન સંબંધિત વધારે છે.
તેમાં પણ ઉદાનવાયુ અને વ્યાનવાયુ આ બંને વાયુના પ્રકોપથી શરૂ થયેલો આ રોગ એલોપેથી દવાની આડઅસરથી એસીડીટી પણ શરૂ કરી ગયો.

શરદી થવી અને ગળામાં દુખાવો તો તે કદાચ તમે ખાવા-પીવામાં ધ્યાન નથી રાખતા તેના કારણે અથવા તો ઋતુ બદલાવાના કારણે કે ઠંડા પવન કે ઠંડા પાણીના કારણે ઊભી થયેલી હોઈ શકે.

આવા સંજોગોમાં નિયમિત રીતે ચેક અપ કરીને પંદર દિવસે કે મહિને દવા બદલતાં બદલતાં એક-એક લક્ષણોને કાબૂમાં લેતાં લેતાં આપના રોગને મટાડવો પડે.

આપની આ સ્થિતિમાં આયુર્વેદની સારવાર જેવી એક પણ ઉચિત અને સફળ સારવાર દેખાતી નથી.

તેથી, આપને આગ્રહપૂર્વક જણાવું છું કે આપની નજીકમાં સારા આયુર્વેદ ડોક્ટરનો સંપર્ક કરી તેમની સલાહ પ્રમાણે દવાઓ શરૂ કરો અને જરૂર જણાય ત્યારે ડોક્ટરની સલાહ પ્રમાણે પંચકર્મની પણ સારવાર ચોક્કસથી કરાવશો.

આપના આ રોગ માટે ધીરજપૂર્વક સતત એકધારા પ્રયત્નની આવશ્યકતા છે. ડોક્ટર બદલવાથી રોગ મટી જવાનો નથી પણ રોગની જેમ તમારે પણ ડોક્ટર ને સ્થિર કરી દેશો તો રોગ અસ્થિર થઇ જશે.

ત્યાં સુધી આપ નીચેની દવા શરૂ કરી શકો.
1. અવિપત્તિકર ચૂર્ણ એક એક ચમચી ત્રણ વાર પાણી સાથે લેવી
2. છર્દિરિપુ ચૂર્ણ અડધી ચમચી સવાર-સાંજ મધ સાથે ચાટવું.
3. તુલસી અને અરડૂસીનો રસ મધ નાખીને સવાર-સાંજ નિયમિત પીવો.
4. હળદર અને મીઠાના ગરમ પાણીના કોગળા કરવા.
5. રાત્રે સૂતી વખતે હળદરવાળું દૂધ પીવું.

વધારે પડતો ખોરાક ન લેતા અત્યારે ખીચડી, દાળ ભાત જેવો હળવો ખોરાક લેવો અને જમતી વખતે શાંતિથી ધીમે ધીમે જમવું.
વાસી ખોરાક બિલકુલ ન લેવો.
બ્રેડ, બિસ્કીટ, પાઉં જેવી મેંદાની વસ્તુઓ બંધ કરવી.
અથાણા, આથેલી વસ્તુઓ બિલકુલ ન લેવી.
ઠંડું પાણી અને ફ્રીજમાં મૂકેલી તમામ વસ્તુઓ બંધ કરવી.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.

1. વમન કર્મ
2. વિરેચન કર્મ
3. બસ્તિકર્મ
4. શિરોધારા
5. કવલ અને ગંડૂષ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top