Skip to content

મુખમૈથુન અને પ્રેગ્નન્સી ની મૂંઝ્વણ

Solved9.26K viewsઇરેક્શન સમસ્યાપુરુષ સેક્સ સમસ્યાયુગલ સેક્સ સમસ્યાવંધ્યત્વસ્ત્રી સેક્સ સમસ્યાadult sex problem Ayurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda diet ayurveda doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda in india ayurveda medicine ayurveda qa ayurveda sex consulting ayurveda tips ayurveda treatment couple sex counselling couple sex problem dr ayurveda Dr. Nikul Patel female sex problem online ayurveda free consulting oral sex sexologist woman sexual health અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ ગર્ભ રહેવો ગર્ભનિરોધ જાતિય શિક્ષણ જાતિય સમસ્યા પંચકર્મ પ્રેગ્નન્સી મુખ મૈથુન લાઇફકેર આયુર્વેદ વૈદ્ય નિકુલ પટેલ શુક્રાણું સેક્સ પ્રોબ્લેમ સેક્સ સમસ્યા સેક્સ સમસ્યા - કામ સમસ્યા સેક્સોલોજીસ્ટ સ્ત્રી સેક્સ સમસ્યા

નમસ્તે સાહેબ !!
એક બાબતથી હું ખૂબ ચિંતિત છું. મેં ત્રણ દિવસ પહેલા સવારમાં મારા પતિનું લિંગ મોંમાં લઇને ચૂસ્યું હતું. ત્યારે કંઇક મીઠું લાગ્યું હતું અને તેમ કરવામાં મને મજા પણ આવી હતી અને મારા પતિને તો આનંદ આવે જ. પણ મને ચિંતા એ થવા લાગી છે કે શું આમ કરવાથી પ્રેગનન્ટ તો નહિં થઇ જવાય ને? મારે બે બાળકો તો છે જ અને હવે મારે બીજું બાળક નથી જોઇતું.
જો આ રીતે પ્રેગ્નન્ટ થવાય તો તેનો રસ્તો બતાવશો.
તેમના લિંગમાંથિ નિકળેલ પ્રવાહી એ શુક્રાણું તો ન હતા ને? કે એવું પ્રવાહી એમ જ નિકળતું હોય છે? તે વખતે તેમનું લિંગ એકદમ કડક અને ટટ્ટાર હતું અને તે વખતે ચૂસવાથી આવો મીઠો સ્વાદ આવ્યો હતો એટલે મને ચિંતા વધારે થાય છે. મેં પહેલી વખત જ આમ કર્યું. શું બીજી વાર આ રીતે કરવાથી પ્રેગનન્ટ થઈ જવાય. મને વિગતવાર માર્ગદર્શન આપશો.
મુખમૈથુન વિશે વધુ સમજ આપશો.
કેવા પ્રકારની ભૂલથી ગર્ભ રહી જાય અને ગર્ભ ન રહે તે માટેના યોગ્ય ઉપાયો બતાવશો.
– હિરલ પટેલ – મુંબઇ

Question is closed for new answers.
lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપના પ્રશ્નના જવાબ આ પ્રમાણે વિગતવાર છે, વધુ માહિતી માટે ઇમેઇલ કરશો.

૧. તમારા પતિના લિંગ પરથી જે પહેલા પ્રવાહી નિકળ્યું હતું તે વીર્ય ન હતું, તે તો જ્યારે જ્યારે પણ પુરુષ ઉત્તેજિત થાય ત્યારે પ્રત્યેક ના લિંગમાંથી થોડા પ્રમાણમા ચીકણું પ્રવાહી નિકળે જ અને તે સમાગમ દરમ્યાન ઉંજણ નું કામ કરે છે. શુક્રાણું તો જ્યારે તે ચરમ અવસ્થામાં પહોંચે ત્યારે જોરથી જે પાણી છૂટે તેમાં જ આવે.

૨. કોઇપણ સ્ત્રી ત્યારે જ પ્રગ્નન્ટ બને જ્યારે શુક્રાણું યોનિમાર્ગ દ્વારા ગર્ભાશયમાં પ્રવેશ કરે. મુખમૈથુન દ્વારા વીર્યના શુક્રાણું મોંમા જતા હોઇ તે ગર્ભાશય સુધી પહોંચી ન શકે તેથી પ્રેગનન્સી ક્યારેય ન રહે. એટલા માટે ફરીથી કદાચ વીર્ય મોંમા આવી પણ જાય તો પન કદીયે પ્રેગ્નન્સી રહે જ નહીં.

૩. મુખમૈથુન ની વિગતવાર થોડી સમજ –

તમે પહેલી વાર મુખ મૈથુન કર્યુ અને તેમાં તમને અને તમારા પતિ બન્ને ને આનંદ આવ્યો અને તમને બીજી વાર કરવાનું મન થયું. સેક્સના વિવિધ પ્રકારોમાં મુખમૈથુન એ પણ એક એવો પ્રકાર છે જેમાં મુખ દ્વારા – જીભથી જાતિય અંગોને ઉત્તેજીત કરાવીને ચરમસીમા સુધી લઇ જવાય છે અને આ પ્રકારમાં ક્યારેય પ્રેગનન્સી રહેવાનો ભય નથી રહેતો અને એટલે જ કુંવારા છોકરા – છોકરીઓ આ પ્રકારને વધુ પસંદ કરે છે.

સામાન્ય રીતે જાતિય જીવનમાં એક જ પ્રકારના સેક્સથી કંટાળી ન જવાય તે માટે આ પ્રકારથી ક્યારેક ક્યારેક બદલ પણ જાતિય જીવનને વધું આનંદદાયક બનાવે છે.

ક્યારેક સાથી ને જો ઉત્તેજના ન હોય તો સ્ત્રી કે પુરુષ પોતાના સાથીને ઉત્તેજીત કરવા માટે પણ આનો ઉપયોગ ફોરપ્લે તરીકે કરીને પછી પૂર્ણ સેક્સ નો આનંદ લેતા હોય છે.

જેમ આપે તમારા પતિના લિંગને ચૂસ્યુ તે રીતે પુરુષ દ્વારા પણ યોનિ ને જીભ દ્વારા સ્પર્શ આપીને સેક્સ કરી શકાય છે અને બીજા એક પ્રકારમાં બન્ને એક સાથે એકબીજાને મુખમૈથુન કરે છે.

લગ્નજીવનના એકસરખા ચાલતા રહેલા ક્રમમાં આ રીતે અલગ અલગ રીતો એ જાતીય જીવનને મધુર ચોક્કર બનાવે છે, પણ મુખમૈથુન એ પતિ-પત્નિ બન્નેની સહમતિ થી જ થવું યોગ્ય છે. જબરદસ્તી એ અયોગ્ય છે.

મુખમૈથુન પૂર્વે બન્નેના જાતીય અંગોની યોગ્ય રીતે સફાઇ થયેલી હોવી આવશ્યક છે અને મોંમાં કોઇ કારણથી ચાંદા પડ્યા હોય તો તે સારું ન થા ત્યાં સુધી પરેજી પાળવી જરુરી છે.

૪. પ્રેગનન્સી રહેવા માટેની ભૂલો

– સંપૂર્ણ રીતે કોઇપણ પ્રકારનાં ઉપકરણ – જેવા કે કોન્ડૉમ કે ગર્ભનિરોધક ગોળી વગેરે નો ઉપ્યોગ કર્યા વિના સંભોગ થાય અને વીર્ય એ યોનિમાં જ નિકળી જાય તો ગર્ભ રહેવાની શક્યતા રહે જ.

– ઘણી વાર ઘણાં કપલ સમાગમના છેલ્લા સમયે લિંગ બહાર કાઢીને વીર્ય બહાર જ સ્ખલિત થઇ જાય તે રીતે ગર્ભ રહેતો અટકાવવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ ક્યારેક તેમાં ભૂલ થઇ જાય તો ગર્ભ રહી શકે છે.

– યોનિની બહાર વીર્ય નીકળે પણ ધ્યાન બહાર થોડો ભાગ જો અંદર સરકી જાય તો પણ ગર્ભ રહી શકે.

૫.પ્રેગનન્સી ન રહે તે માટે આટલા ઉપાયો કરી શકાય.. જેમાં પ્રેગનન્સી રહેતી નથી.

– પરિવાર નિયોજન માટેનું ઓપરેશન કરાવીને કાયમ માટે નિશ્ચિંત થઇ જવાય.

– કૉપર-ટી

– કોન્ડૉમ નો ઉપયોગ

– ગર્ભ નિરોધક ગોળી

– મુખમૈથુન

– હસ્તમૈથુન

વધું જાણકારી માટે આપના પ્રશ્નો આવકાર્ય છે.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram • Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top