નમસ્તે સાહેબ મારી ઉંમર ૧૮ વર્ષની છે અને છેલ્લા બે વર્ષથી હસ્તમૈથુનની આદત છે અને હું જ્યારે જ્યારે પણ હસ્તમૈથુન કરું છું ત્યારે ત્યારે લગભાગ અડધા કલાક બાદ લિંગપર સૂજન આવી જાય છે અને પછી ધીરે ધીરે તે આપોઆપ ચાલ્યો જાય છે.
આપ મને આનો ઉપાય બતાવશો તો આપનો આભારી થઇશ.
આપનો ————————–
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
આપ જ્યારે જ્યારે પણ હસ્તમૈથુન કરો છો ત્યારે આપને લિંગ પ્ર સૂજન આવી જાય છે. આપની આ સમસ્યાના મુખ્ય બે કારણો હોઇ શકે અને તે છતાં તે ડૉક્ટરને બતાવીને જ પાક્કુ કરી શકાય. આપ અનુકૂળતા પ્રમાણે અમારે ત્યાં પણ આવીને મુલાકાર લઇ શકો છો.
૧. આપની લિંગની ઉપરની ચામડીનું મુખ સાંકડું હોવાને કારણે તે હસ્તમૈથુન વખતે પૂરેપૂરી બહાર આવી ન શકવાને કારણે ખેંચાવાથી તેમાં સોજો આવી શકે છે અને ક્યારેક વધારે દબાણ દઇને કરવામાં આવતાં હસ્તમૈથુન ને કારણે પણ આ પ્રશ્ન સંભવી શકે છે અને તેથી તેના માટે આપે યોગ્ય સલાહ લેવી આવશ્યક છે.
૨. ઘણી વાર જાતિય અંગોની વ્યવસ્થિત સફાઇ ન કરવાને કારણે પણ ચેપ લાગી ને આવો પ્રશ્ન બની શકે છે. તો આ બંને શક્યતાઓ તપાસીને યોગ્ય દિશામાં પગલા લેવાથી પ્રશ્ન દૂર કરી શકાય છે.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps