Skip to content

હસ્તમૈથુનની અસરો અને ઉપાય

મારી ઉંમર ૨૨ વર્ષ છે અને મને હસ્તમૈથુનની ઘણી વધારે પડતી આદત છે તો તેનાથી દૂર થવા માટે શું કરવું જોઇએ અને વધારે પડતા હસ્તમૈથુનથી શું તકલીફો થઇ શકે?
મને લાગે છે કે મારા લિંગની સાઇઝ ઘટી ગઇ છે અને તેમાં ઉત્તેજના ઓછી થઇ ગઇ છે. વીર્ય પણ પાતળું થઇ ગયું હોય તેમ લાગે છે. યોગ્ય ઉપાય બતાવશો.

-પિયુષ પટેલ – જામનગર

lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

૧. દિવસમાં બે કે ત્રણવાર હસ્તમૈથુન કરતાં હો તો એ જરા વધારે પડતું છે અને તેના માટે તમારે તેને અઠવાડિયામાં એક કે બે વખત સુધી લઇ જવું જોઇએ.

૨. વધારે હસ્તમૈથુન એ શરીરમાં નબળાઇ લાવે છે. ભૂખ – પાચન બગાડે છે. યાદશક્તિ ઓછી કરે છે તેમજ તમારી મગજ શક્તિ – કાર્યક્ષમતા પણ ઘણાં અંશે ઘટાડે છે. આ ઉપરાંત લિંગની નસો પણ નબળી પડવાથી ધીરે ધીરે ઉત્થાન અને કડક પણું પણ ઘટે છે જેને લીધે લિંગની સાઇઝ ઘટતી હોય તેવું હંમેશા લાગ્યા કરે છે. ઉપરાંત વીર્ય ખૂબ જ નબળું થઇ જવાને કારણે.. તે તરત જ સ્ખલિત થઇ જાય છે.

૩. આ બધા પ્રશ્નો ના ઉદ્ભવે તે માટે હસ્તમૈથુન પર પૂરેપૂરો સંયમ રાખવો જરુરી બને છે. અને તેના માટે આત્મસંયમ એ જ એક ઉપાય છે.

જેમાં,
– પૂજા – પાઠ આદિ ધાર્મિક પ્રવૃત્તિઓ વધારી દેવી.
– ઉત્તેજક વાતાવરણ કે ફિલ્મો કે વાંચન થી દૂર રહેવું.
– અભ્યાસ કે વ્યવસાયમાં વ્યસ્ત થઇ જવું.
– શક્ય હોય ત્યાં સુધી એકલા ન રહેવું.
– તીખું – તળેલું –બહારનું –આથેલું બંધકરી દેવુ.
– દૂધ – ઘી – માખણ તેમજ ફળો- સૂકોમેવો વગેરે વધારે લેવું.
– સવારે વહેલા ઊઠીને યોગ અને પ્રાણાયામ વધારે કરવા – હળવી ક્સરતો કરવી.
૪. આ માટે કોઇ દવાની આવશયકતા નથી. પણ તમારે વીર્યના ક્ષયનેલીધે આવેલી નબળાઇ ને દૂર કરવા લગ્ન ના છ મહિના પહેલાથી આયુર્વેદિક દવા લેવાથી લગ્નજીવનમાં કોઇ તકલીફ પડશે નહિ.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top