આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
નમસ્તે સાહેબ,
હું સુરેન્દ્રનગરથી ૩૩ વર્ષનો અપરિણીત પુરૂષ છું અને મારી સમસ્યા એ છે કે મને હસ્તમૈથુન કરતી વખતે માત્ર ૨-૩ સેકન્ડમાં જ વીર્ય સ્ખલન થઇ જાય છે અને વળી મને એવું લાગે છે કે મારા લિંગની સાઇઝ પણ ખૂબ જ ઓછી છે.
જો હું લગ્ન કરું તો પછી સમસ્યા તો નહિં રહે ને?
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપને જે સમસ્યા છે તે એકદમ સામાન્ય છે અને મોટેભાગે મોટી ઉંમર સુધી લગ્ન ન થય હોય તેવા કેસમાં આ સમસ્યા વધારે જોવા મળે છે. તેના મુખ્ય કારણોમાં
૧. સેક્સ હોર્મોન એક્ટીવ થયા પછી, મતલબ કે પુખ્ત વય પ્રાપ્ત થયા પછી થોડા વર્ષ સુધી તો વાંધો નથી આવતો પણ તે પછી લાંબા સમય સુધી લગ્નજીવન શરૂ ન થવા ને કારણે સેક્સ માટેની તીવ્રતા ધીમે-ધીમે ઓછી થતી જાય.
૨. સેક્સ ના ઉપાય તરીકે અપનાવેલ હસ્તમૈથુન વર્શૉ સુધી તે જ ઉત્તેજના ટકાવી રાખી શકે નહી અને ધીમે ધીમે લેનિસ- લિંગના સ્નાયુઓ ઢીલાં પડવાને કારણે શીઘ્રસ્ખલન અને ઉત્તેજનામાં અલ્પતા જોવા મળે જ.
૩. સામાન્ય રીતે આપની સમસ્યાનો થોડો ઘણો ઉકેલ તો લગ્ન થતાની સાથે જ આવી જાય. કારણકે જેનું અનુમાન કરીને હસ્તમૈથુન નો અભ્યાસ થયો હોય તે વાસ્તવિક સેક્સ માણવામાં પૂરતી ઉત્તેજના આપી શકે જ અને પૂરતી ઉત્તેજના જ આપના લિંગની અસલ – મૂળ સાઇઝ બતાવી શકે.
૪. એક વાત ચોક્કસ છે કે આટલા સમય પછી જો આપ લગ્ન કરવાનાં હો તો શેજ પણ ચિંતાકર્યા વિના લગ્ન માટે હા પડી દો. અનએ લગ્ન પહેલા નાં ત્રણ – ચાર મહિના. રસાયન અને વાજીકરણ ઔષધો લેવા એટલાં જ જરૂરી છે. આમ જોઇએ તો આયુર્વેદ શાસ્ત્ર તો તેનાથી પણ આગળ એમ કહે ્છે કે દરેક પુરુષે લગ્ન પહેલા વાજીકરણ ઔષધો નું સેવન કરવું જોઇએ અને વીર્યવૃદ્ધિ અને બલવૃદ્ધિ કરવી જોઇએ. અને એટલું જ નહીં પણ યોગ્ય અને સંતોષપ્રદ લગ્નજીવન માટે સમયે-સમયે વાજીકરણ ઔષધો લેતા રહેવાથી યૌવન અને પુરુષત્વ ટકી રહે છે.
૫. લિંગની સાઇઝ માટે તો એટલું જ કહેવાનું કે જો ઉત્તેજીત અવસ્થામાં લિંગની સાઇઝ બે ઇંચથી વધારે હોય તો કોઇ પણ સ્ત્રીને તે સંતોષ આપી શકે જ. અને ઉત્તેજના પુરી જ રહે અને શીઘ્રસ્ખલન થઇ જતું હોય તો ગમે તેટલી મોટી સાઇઝ પણ સંતોષ ન આપી શકે.
૬. રસાયન અને વાજીકરણ ઔષધો માટે આપને રૂબરૂમાં તપાસ્યા પછી જ અથવા તો ઇમેઇલ થી આપના વિશે વધુ માહિતી મેળવ્યા પછી જ આપને સલાહ આપી શકાશે.
૭. જાતિય શક્તિ વર્ધક ઔષધો મોટેભાગે બજારમાં મળતાં હોતા નથી.અને બજારમાં મળતાં ઔષધોએ તેટલી ગુણવતા વાળા ન હોવા ને કારણે તે મોંઘા પણ પડે છે અને ધાર્યુ પરિણામ પણ મળતું નથી.
૭. ઓનલાઇન કન્સ્લ્ટીંગ અથવા તો રૂબરૂ કન્સલ્ટીંગ મારે સંપર્ક કરો.
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps