મને રોજ હસ્તમૈથુન કરવાની ટેવ છે. પણ મને એવું ધ્યાનમાં આવે છે કે મારા શિશ્નની ચામડી ઉપર ચડતી નથી. હું બહુજ પ્રયત્ન કરું છું પણ તો મને ચામડી પર દુખાવો થાય છે પછી રહેવા દઉં છું. તો સમાગમ માં કોઈ તકલીફ પડશે? હજુ મારે લગ્ન થયા નથી. આના માટે કોઈ ઉપાય બતાવશો..
(એક યુવક – મહેસાણા)
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
આપની આ સમસ્યા એ એક રીતે જોઇએ તો સામાન્ય છે પણ જ્ઞાનના અભાવે ઘણીવાર ઘણાં યુવાનો હેરાન થતાં હોય છે અને જો ધ્યાન ન રાખે તો લગ્ન પછી જ્યારે સમાગમ કરવાનો પ્રયત્ન કરે ત્યારે અામડી ફાટી જવાના કે દુઃખાવો થવાના સંજોગો ઉભા થતાં હોય છે.
ચામડી ઉપર ન ચડવી એ એક સામાન્ય અવસ્થા હોય છે. મોટેભાગે નાનપણથી જ આ સમસ્યા હોય છે અને ડૉક્ટરો આનું ઓપરેશન નાનપણમાં જ થઇ જાય તેનો આગ્રહ રાખતાં હોય છે. ઘણાં લોકો ધાર્મિક રીતિ પ્રમાણે જેમ સુન્નત કરાવે છે તેમ આમાં પણ સુન્ન્તનું નાનું ઓપરેશન કરાવવાનું હોય છે. આ અવસ્થાને Phimosis કહેવાય છે અને આમાં શિશ્નના આગળના ભાગની ચામડીના સ્નાયુઓ સંકોચાયેલા હોવાના કારણે શિશ્નમણી બહર નિકળી શકતો નથી અને તેને કારણે ચામડી ઉપર ન ચડવાને કારણે સમાગમમાં મુશ્કેલી પડી શકે.
ઓપરેશન માત્ર ૧૦ જ મિનિટમાં પતી જાય અને તે પછી એકાદ દિવસ ઘરે આરામ કરીને આપ અભ્યાસ કે કામકાજ કરી શકો છો. આનો આ સિવાય બીજો કોઇ ઉપાય હોતો નથી તેથી તેના માટે પ્રયત્ન ન કરતાં આપ આપના ફેમિલી ડૉક્ટર અથવા સર્જન ડૉક્ટરને મળી આવશો તો તરત જ તમને બધું ગોઠવી આપશે. આ માટે શરમાવવાની સહેજ પણ જરૂર નથી અને ઘરમાં પિતાને અથવા મોટાભાઇ ને વાત કરી શકો છો.
આના માટે લગ્ન પહેલા ઓછામાં ઓછા છ મહિના પહેલા તમે ઓપરેશન કરાવી નાંખો તે વધુ હિતાવહ છે અને હસ્તમૈથુન ના કારણે આ સમસ્યા થતી નથી. પણ હસ્તમૈથુન જેટલું ઓછા પ્રમાણમાં રહી શકે તે વધુ હિતાવહ છે. ખસ કરીને ઓપરેશન બાદ અમુક સમય સુધી તો તમારે સંપૂર્ણ સંયમ રાખવો આવશ્યક છે.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps