Skip to content

શિશ્નમણિને જોડતી ચામડી હસ્તમૈથુન કરતી વખતે ફાટી ગઈ

મારા શિશ્નના ઉપરના ભાગ એટલે કે શિશ્નમણિને જોડતી ચામડી હસ્તમૈથુન કરતી વખતે ફાટી ગઈ. થોડું લોહી પણ નિકળ્યું હતું અને હજુ મને જ્યારે પણ ઉત્થાન થાય છે ત્યારે દુઃખાવો થાય છે. હવે હસ્તમૈથુન કરતાં ડર લાગે છે. શું હું લગ્ન પછી સમાગમ કરી શકીશ? બહુ ટેન્શન થાય છે યોગ્ય ઉપાય બતાવશો.

ઉંમર – ૨૪ વર્ષ – સુરત

Question is closed for new answers.
lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
નમસ્તે !!
આપની સમસ્યા એ શિશ્નમણિને જોડતી ચામડી તૂટી જવાના સંદર્ભની છે. સામાન્ય રીતે ઘણાં બધા પુરુષોમાં આ શિશ્નમણીને વિંટળાયેલી ચામડીનું મુખ સાંકડું હોવાને કારણે મૂત્રત્યાગ જેવી ક્રિયા કરતી વખતે ખબર પડતી નથી પણ સેક્સ માટે જ્યારે ઉત્તેજના થાય અને ખાસ કરીને હસ્તમૈથુન કે સમાગમ કરવાનો પ્રયત્ન કરે ત્યારે તેમાં તકલીફ જણાય છે, તેમ છતાં તો મહાપ્રયત્ને – પરાણે કરવાનો પ્રયત્ન કરે તો તે ચામડી તૂટી જવાની શક્યતા રહે છે.

આવા સંજોગોમાં જો ધ્યાનમાં આવી જાય તો ડોક્ટર પાસે જઇને તેનું નાનું ઓપરેશન કરાવવું આવશ્યક બને છે અને થોડા દિવ્સ સુધી સમાગમ કે ઉત્તેજના થી દૂર રહેવાથી તેમાં રૂઝ આવી જતી હોય છે અને સામાન્ય સેક્સલાઇફ માણી શકાતી હોય છે.

આપના કેસમાં તો તે તમારાથી જ ફાટી ગઇ છે, તો થોડા સમય સુધી જ્યાં સુધી તેમાં રૂઝ પૂરેપૂરી ન આવે ત્યાં સુધી દુઃખાવો પણ રહેશે અને એકવાર નજીકના સારાં ડૉક્ટરને બતાવી દેશો તો ખબર પડશે કે ઓપરેશનની જરૂર છે કે નહી, પૂર્ણ રૂપથી તે ચામડી તૂટી ન હોય તો ફરીથી પ્રોબ્લેમ થવાની શક્યતા રહી શકે છે.

હમણાં થોડા દિવસ ઉત્તેજના થાય તેવા વિચાર અને વાતાવરણ થી દૂર રહેવું અને હસ્તમૈથુન ટાળવું. સફાઇ તથા યોગ્ય ડ્રેસિંગ કરાવવું.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram • Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top