Embed from Getty Images
નમસ્તે સાહેબ
મારે હસ્તમૈથુન કરવાની આદત છે અને કોઇક વખત તો દિવસમાં ૨-૩ વખત પણ થઇ જાય છે અને ક્યારેક ૭-૮ દિવસ પણ નિકળી જાય છે તો મને ચિંતા એ વાતની છે કે મારા લગ્ન બાદ મને મારાં બાળકનાં પિતા બનવામાં તો તકલીફ નહિં પડે ને?
– મિતુ.
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
મિતુભાઇ
વધારે પડતું હસ્તમૈથુન એ શરીરમાં પેદા થતાં વીર્યની માત્રા ઘટાડે છે અને આયુર્વેદ પ્રમાણે વીર્ય એ શરીરની તમામ ધાતુઓનો સાર છે. મતલબ કે તે અંતિમ ધાતુ છે જેને કારણે વધારે પડતા હસ્તમૈથુનથી શરીર પરનું તેજ ઓછું થઇ જવાથી લઇને ભૂખ ન લાગવી, યાદ શક્તિ ઓછી થઇ જવી, આંખ આગળ કાળા કૂંડાળા થઇ જવા, ચહેરા પરનું તેજ ઓછું થઇ જવું, સેક્સ માટે ની ઇચ્છા લાંબા સમયે ઓછી થવી અને ઘણી વાર તો લગ્ન બાદ શિઘ્રસ્ખલન જેવી સમસ્યા પણ ઊભી થતી હોય છે.
આપ બાળકના પિતા બની શક્શો કે નહી તે માટે તો આપના વીર્યનો લેબોરેટરીમાં રિપોર્ટ કરાવો તેના ઉપરથી ખ્યાલ આવી શકે. પણ સુખી લગ્નજીવન અને સેક્સજીવન માટે સંયમ જેટલો રાખી શકશો તેટલો તમને ધુ ફાયદો થશે.
વધુ માહિતી માટે નિયમિત મુલાકાત લેતા રહેશો…
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps