મારી ઉંમર ૨૨ વર્ષની છે. અને હું અપરિણિત યુવાન છું.
જ્યારે પણ હું સમાગમ કરુ ત્યારે તે માણી શકતો નથી.
લાંબા સમય સુધી સમાગમ કરી શકાય તે માટે યોગ્ય સલાહ આપશો
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપે મને આપની સમસ્યા તો જરૂર મોકલી આપી છે પરંતુ આપની સમસ્યામાં ક્યાંય કોઇ સ્પષ્ટતા જોવા મળતી નથી. તેમ છતાં આપને અને આપના જેવા બીજા લોકોને પણ ઉપયોગી થાય તે રીતે માહિતી આપવાનો પ્રયાસ કરું છું.
સૌ પ્રથમ વાત તો એ છે કે આપના લગ્ન થયાં નથી અને આપ જાતિય જીવનમાં સક્રિય છો. આવા સમયે અનેક સંભાવના હોઇ શકે. તમે લગ્ન સિવાયના સંબંધમાં આપના સમવયસ્ક અપરિણિત આપના કોલેજની મિત્ર સાથે અથવા અન્ય સમવયસ્ક પરિણિત સ્ત્રી સાથે સંબંધ રાખતા હો તો પ્રથમ કિસ્સામાં થોડા ડરને કારણે અથવા વધારે અનુભવ ન હોવાને કારણે પણ આ સમસ્યા આપને લાગતી હોઇ શકે છે. બીજા કિસ્સામાં અતૃપ્ત પરિણિત સ્ત્રી ને તમે તૃપ્ત ન કરી શકો તેનો અર્થ એ નથી કે આપનામાં કોઇ તકલીફ છે અને હંમેશા એ આપને ઓછું જ લાગે.
આ સિવાય શક્ય છે કે આપનાથી મોટી ઉમરની પરિણીત સ્ત્રી સાથે પણ સંબંધ હોઇ શકે. આ પ્રકારના કિસ્સામાં તો આયુર્વેદ સ્પષ્ટ પણે જણાવે છે કે પોતાનાથી વધારે ઉંમરની સ્ત્રી સાથે સહવાસ કરવાથી શક્તિ અને આયુષ્ય ઓછું થાય છે.
વળી સેક્સ માટે હંમેશા એવું જ વલણ હોય છે કે જેટલી તાકાત હોય તેટલી ઓછી જ પડે. આવા સંજોગોમાં આપની સેક્સ માટેની શક્તિ માપસરની છે કે ઓછી એ પહેલા નક્કી કરવું પડે અને તે માટે આપ વધુ માહિતી મોકલશો.
સેક્સ માટે શક્તિ આપનાર કે સમય વધારનાર દવાઓ એ ગમે ત્યાં મેડીકલ સ્ટોર પર મળવી અશક્ય છે અને જે મળે છે તે ઓછી ગુણવત્તાની જ મળે છે. માટે આપની આ સમસ્યા માટે કાંતો આપે રૂબરૂ આવીને કન્સ્લ્ટીંગ કરાવવું પડે અથવા ઓનલાઇન કન્સ્લટીંગના માધ્યમથી કુરિયર દ્વારા દવા આપ મંગાવી શકો છો.
એક વાત ખાસ એ જણાવવાની કે જાતિય શક્તિ વધારનારી નિર્દોષ દવાઓમાં કોઇ ચમત્કાર હોતો નથી. છાપામાં વાંચેલી જાહેરાત કે લોભામણી જાહેરાત થી ભરમાઈ ન જતાં યોગ્ય સમય સુધી નિયમિત સારવાર લેવાથી ધાર્યું પરિણામ આવી શકે અને તે માટે ખર્ચ કરવાની પણ તૈયારી રાખવી પડે.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps