મારી ઉમર ૪૫ વરસ ની છે. હું રોજ હસ્તમૈથુન કરું છુ. પણ, થોડા દિવસ થી સ્ખલન પછી લિંગ ના મૂળના ભાગ માં પીડા થાય છે. લીંગની ડાબી બાજુ પીડા થાય છે.
http://lifecareayurveda.com/gujarati/qa/376
સેકસ ને લાગતો સવાલ છે જવાબ આપશો?
મારી ઉમર ૪૫ વરસ ની છે. હું રોજ હસ્તમૈથુન કરું છુ. પણ, થોડા દિવસ થી સ્ખલન પછી લિંગ ના મૂળના ભાગ માં પીડા થાય છે. લીંગની ડાબી બાજુ પીડા થાય છે.
ટેગ્સ – સેક્સ સમસ્યા, કામ સમસ્યા, હસ્તમૈથુન, લિંગમાં દુખાવો, લિંગમાં પીડા, પેનિસમાં પીડા, પેનીસ માં દુખાવો, sex problem, masturbation, pain on penis, pain on root of penis, sex problem in later age, આયુર્વેદિક સેક્સોલોજિસ્ટ, સેક્સ એક્સપર્ટ, આયુર્વેદ પ્રશ્નોત્તરી, આયુર્વેદ ડૉક્ટર,
જવાબ –
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપને જે સમસ્યા છે તે વધારે પડતા હસ્તમૈથુનના કારણે છે.
અમુક ઉંમર પછી જાતીય ઉત્તેજના ને જો કાબુમાં ન રાખીએ તો ઘણી બધી તકલીફો થઇ શકે છે.
ખાસ કરીને ૪૫ વર્ષની ઉંમરે દરરોજ હસ્તમૈથુન કરવું તે યોગ્ય નથી.
આ કુટેવને કારણે થઈને આપના ઇન્દ્રિયના માંસપેશીઓમાં દુખાવો થવાની શક્યતાઓ સહજ સ્વાભાવિક જ છે.
વધારે પડતા હસ્તમૈથુનના કારણે લિંગ ની માંસપેશીઓને નુકસાન થાય છે. જેના કારણે થઈને આ પ્રકારની પીડા થવાની શક્યતાઓ થતી હોય છે.
આના માટે હાલ પૂરતું તમે હસ્તમૈથુન તદ્દન બંધ કરી દો અને ત્યાર પછી પણ આની માત્રા ઓછા પ્રમાણમાં કરી દેવી એ આપના માટે હિતાવહ છે.
અત્યારે જે ભાગમાં દુખાવો થાય છે તે ભાગમાં મહાનારાયણ તેલનું હળવા હાથે મસાજ કરવું.
જેટલા દિવસ સુધી આ તકલીફ ચાલે ત્યાં સુધી હળવા હાથે મસાજ કરતા રહો અને ઉપર જણાવ્યા પ્રમાણે પરેજી પાળવાની રાખશો.
અત્યારે કોઈ પણ પ્રકારની દવા લેવાની આવશ્યકતા લાગતી નથી.છતાં પણ જો અમુક દિવસો પછી આપણને કોઈપણ પ્રકારનો ફરક ન જણાય તો નજીકમાં સારા સેક્સોલોજિસ્ટ ને મળીને ચોક્કસથી દવા કરાવશો.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps