નમસ્તે સર
મને જાતિય પ્રોબ્લેમ છે મારુ એક શુક્રપિંડ મોટુ અને એક શુક્રપિંડ નાનું છે તો મને મહેરબાની કરીને ઊપાયા બતાવશો.
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને જે મૂંઝવણ છે તે પ્રમાણે આપનો એક શુક્રપિડ મોટું છે અને એક શુક્રપિડ નાનુ છે એના કારણે આપને સતત એવું થયા કરે છે કે આપની અંદર જાતિય અવયવોની કોઈ ખામી છે.
1. આપની આ મૂંઝવણનો એક જ જવાબ છે કે ભગવાને આજે શરીર બનાવ્યું છે તેમાં દરેક પુરુષને શુક્રપિંડમાં એક નાનું અને મોટું જ બનાવ્યું છે.તે છતાં ઘણીવાર કોઈ શુક્રપિંડમાં સોજો આવવાના કારણે કે પાણી ભરાવાના કારણે શુક્રપિંડ ની સાઈઝ વધી જતી હોય ત્યારે તમને બંને શુક્રપિંડમાં મોટો ફરક દેખાય. જો બંનેમાં બહુ ઝાઝો ફરક ન હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
2. આ સિવાય ઘણી વાર એવું પણ બનતું હોય છે કે એક શુક્રપિંડ નો વિકાસ ઓછો થયો હોય તેવા વખતે તમને બંનેની સાઈઝમાં ફરક લાગે છે.
3. શુક્રપિંડ નું મુખ્ય કામ એ સેક્સ સમયે વીર્ય પ્રદાન કરવાનું અને શુક્રાણુઓનું ઉત્પાદન કરીને પ્રજોત્પતિ માટે યોગ્ય સમયે યોગ્ય સંખ્યામાં શુક્રાણુઓ ની પૂર્તિ કરવી. આ કામ માટે થઈને કદાચ શુક્રપિંડની સાઇઝ નાની-મોટી હોય પણ જો તે યોગ્ય પ્રમાણમાં શુક્રાણુઓ આપી શકતા હોય તો કોઈ ચિંતા કરવાનું કારણ નથી.
4. આના માટે ખાસ કરીને આપની મૂંઝવણની પૂર્તિ માટે આપ નજીકની લેબોરેટરીમાં જઈ ને આપના વીર્યનો રિપોર્ટ કરાવી શકો છો અને તે પ્રમાણે જો શુક્રાણુની સંખ્યા નોર્મલ લિમિટમાં હોય તો કોઇ ચિંતા કરવાની જરૂર નથી.
5. જો તેમાં કોઈ અગવડતા લાગે અથવા તો રિપોર્ટ નબળો લાગે તો આપે સારા આયુર્વેદિક ડોક્ટરની પાસે બધા રીપોર્ટ લઈને જઈ ને ચોક્કસ રીતે સારવાર કરાવવી જોઇએ.
6. આપ online consultation ઇચ્છતા હો તો અમને ઈમેલ અથવા તો વોટ્સએપ દ્વારા તમે રિપોર્ટ મોકલી ને consultation કરાવીને ચોક્કસ સારવાર મેળવી શકો છો.
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps