Skip to content

આયુર્વેદ પદ્ધતિની હેરડાઇ

Featured15.70K viewsવાળની સમસ્યાhair coloring hair dye White Hair અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ આહાર આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડાયેટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ તપાસ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ ભારતમાં આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ મેસેજ આયુર્વેદ સંદેશ આયુર્વેદ સલાહ આયુર્વેદિક દવાઓ આયુર્વેદીક દવાઓ ઈન્ડિયા આયુર્વેદીક પ્રોડક્ટ આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યના ઉપાયો આરોગ્યમ્ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ ઓનલાઈન કાયમી ઉપચાર કાયમી સારવાર કાળા વાળ ગુજરાત આયુર્વેદ ઘરગથ્થુ ટ્વિટર નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ ફેસબુક મફત મેસેજ મફત સ્વાસ્થ્ય ટિપ્સ યોગા આયુર્વેદ લાઇફકેર આયુર્વેદઆયુર્વેદ પ્રશ્નોત્તરી વાળનાં રોગો વૈદ્ય નિકુલ પટેલ વ્હોટ્સઅપ વ્હોટ્સએપ ટિપ્સ સફેદ વાલ સ્વદેશી ચિકિત્સા સ્વસ્થ રહો સ્વાસ્થ્ય રક્ષા હેર ડાઇ

Share with:


નમસ્તે ! મને વાળ કાળા કરવા માટેની સલાહ જોઇએ છે. બજારમાં મળતી હેરડાઈ નુકશાનકારક ખરી? આયુર્વેદમાં આવી નિર્દોષ અને ઘેર કરી શકાય તેવી હેરડાઈ (કલપ) અંગેના પ્રયોગો હોય તો તે જણાવવા અંગે કૃપા કરશો. – હીના દવે, વલસાડ

admin Marked as featured question October 2, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
નમસ્તે !
આપનો પ્રશ્ન વાળના સૌંદર્ય અંગેનો છે. ખાસ કરીને વાળ અકાળે સફેદ થવાના સંદર્ભે છે. આજકાલ વાળ, ખરવાં, વાળ પાતળાં થવાં, વાળનો જથ્થો ઓછો થવો, વાળનાં છેડા ફાટવા તેમજ અકાળે ટાલ પડવી અને અકાળે વાળ સફેદ થવા, વાળ રુક્ષ – કોરા થવા અને ખાસ કરીને વાળને સ્ટ્રેટનીંગ કરાવ્યા પછી નાયલોનનાં વાયર જેવા થઇ જવા જેવી સમસ્યા ઉત્પન્ન થઇ છે.
– આ માટે સૌ પ્રથમ કોઇ કારણ હોય તો તે વાળને ન મળનારું આંતર અને બાહ્ય પોષણ જવાબદાર છે.
– જંકફૂડ ખાવા, વાસી ખોરાક ખાવો, મેંદાની અને બેકરીની વસ્તુઓ ખાવી, બજારનાં પોષણરહિત નાસ્તા ખાવા જેને કારણે વાળને પૂરૂં પોષણ મળતું નથી.
– દૂધ, ફળો, સૂકોમેવો, લીલાશાકભાજી તો આજકાલ્ની યુવાપેઢીને ભાવતાં જ નથી તો પછી વાળ ને પોષણ ક્યાંથી મળે.
– ફેશનના રવાડે ચડીને કોરા વાળ રાખવાં, તેલ ન નાંખવું, તેલ નાંખવું તો સારી ક્વોલીટીનું ન નાંખતા બજારમાં આવનારી લોભામણી અને આકર્ષક જાહેરાતો જોઇને ગમે તેવા હાનિકારક કેમિકલ વાળાં તેલ વાપરવાં વગેરે વાળને નુકશાનકારક જ છે.
– સૂંવાળા વાળ દેખાડવાની લ્હાયમાં હાનિકારક કેમિકલવાળાં શેમ્પૂથી વાળ ધોવાં. કેમિકલવાળાં કંડિશ્નર વાપરવાં, જેના કારણે વાળ ખરાબ થાય છે.

– આ ઉપરના કારણોની સાથે-સાથે ઉજાગરાં, ગુસ્સો કરવો, ટેન્શન, અભ્યાસ કે નોકરીમાં ટાર્ગેટ પૂરો કરવાનો માનસિક તણાવ એ વાળને અકાળે સફેદ કરી નાંખે છે.
– બજારમાં મળતી હેરડાઈ નુકશાનકારક તો ખરી જ. કારણકે તે જેટલી ઝડપથી વાળને કાળાં કરી દે છે તેટલા ઝડપથી વાળ કેમિકલ ડાઇ વગર કાળાં થાય જ નહિં. અને આજકાલ તો હર્બલ હેરપેક ના નામે થોડું કેમિકલ ભેળવેલા પેકનું બહું મોટું માર્કેટ છે. પણ હર્બલનાં નામે વેચાતા પેકથી સરવાળે નુકશાન જ થાય છે.
– આયુર્વેદમાં હેરડાઈ વિષે ઘણું સાહિત્ય મળી આવે છે. આપણાં ચરક – સુશ્રુતાદિ સંહિતાઓ તેમજ અષ્ટાંગહ્રદય ભાવપ્રકાશ, ચક્રદત્ત આદિ ગ્રંન્થોમાં ઘણા પ્રયોગો છે. તેમાંનાં નમૂનાનાં બે-ચાર આ પ્રમાણે છે.
૧. લોખંડનો ભૂકો, ભાંગરો, ત્રિફળા, કાળી માટી અથવા હીરાકસી ) એ બધાને એક મહિના સુધી શેરડીના રસમાં રાખી મૂકીને પછી તેનો માથે કલપ કરવો.
૨. હરડે, બહેડાં, આમળાં, નીલિનીપત્ર (ગળી) લોહચૂર્ણ અને ભાંગરો આ છ વસ્તુના ચૂર્ણને ઘેંટાના મૂત્ર સાથે બરાબર પીસીને (ઘૂંટીને) વાળ પર લેપ કરવો.
૩. લોખંડનો જૂનો ભૂકો (કાટ) આમળાં અને જાસૂદનાં ફૂલને એકઠાં કરી રાત્રે વાળ ઉપર લેપ કરવો.
પણ આ નિયમિત અઠવાડીયે એક કે બે વાર પ્રયોગ કરતાં રહેવો. ઓછામાં ઓછાં 6 મહિના તો આનો પ્રયોગ કરવાનો જ છે અને જરુર પડ્યે વધારે નિયમિત રીતે કરી શકાય.
આપને આ બધી કડાકૂટમાં ન પડવું હોય તો અમારે ત્યાં તૈયાર હેરપેક મળશે. જેને આપ ખાટી છાશમાં પલાળીને અઠવાડિયામાં એક કે બે વાર પ્રયોગ કરી શકો છો.
જે દિવસે આ પેક નાંખો તે દિવસે શેમ્પુ ન વાપરીને બ્લેક હેર ઓઇલ નાંખવુ અને બીજા દિવસે આયુર્વેદિક શેમ્પૂથી વાળ ધોવા. એકાંતરે દિવસે બ્લેક હેર ઓઇલ નો નિત્ય ઉપયોગ કરવો.
નોંધ – પહેલા જ વખતથી વાળમાં કાળો કલર આવવા નહિં લાગે પણ ધીમે-ધીમે તેમાં કલર આવવા લાગશે.
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. નસ્ય કર્મ
૨. શિરોધારા કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top