Skip to content

હાઇ. બી. પી. માટે ટ્રાન્ક્વીલાઇઝર્સ પ્રકારની દવા..

16.97K viewsબ્લડ પ્રેશર અને હ્રદયરોગAyurveda Ayurveda Clinic Ayurveda Doctor Dr. Nikul Patel અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ ઈન્ડિયા આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ટ્રાન્ક્વીલાઇઝર્સ આયુર્વેદ ડાયેટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ તપાસ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ પ્રોડક્ટ આયુર્વેદ મસાજ આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ યોગા આયુર્વેદ વેબસાઈટ આયુર્વેદ સલાહ આયુર્વેદ સારવાર આયુર્વેદ સ્વાસ્થ્ય ટીપ્સ અકસીર આયુર્વેદિક દવાઓ આયુર્વેદની સચોટ સારવાર આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય આયુર્વેદિક ડૉકટર આયુર્વેદિક દવાઓ આયુર્વેદિક પધ્ધ્તિથી વજન ઓછું કરવું આયુર્વેદીક સારવાર આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યમ્ ઈન્ડિયન દવાઓ ઉંઘ ન આવવી ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કાયમી ઉપચાર કાયમી સારવાર કેરેલા આયુર્વેદ ગુજરાત ગુજરાતી આયુર્વેદ નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ બ્લડપ્રેશર ભારતમાં આયુર્વેદ લાઈફકેર વૈદ્ય નિકુલ પટેલ સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા હાઈ.બી.પી.

Share with:


નમસ્તે સર

મારી ઊંમર ૫૦ વર્ષ છે શું આયુર્વેદમાં ટ્રાન્ક્વીલાઇઝર્સ સ્વરૂપની હાઇ બી. પી. માટેની દવા થઈ શકે ? મને ઘણાં વર્ષોથી બ્લડપ્રેશરની તકલીફ રહે છે તો મને હાઇ બી. પી. ની કાયમી સારવાર જણાવશો.

admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે આપને બ્લડપ્રેશર વધારે રહે છે. અને આપે પુછ્યું છે કે આયુર્વેદમાં ટ્રાન્ક્વીલાઇઝર્સ સ્વરૂપની હાઈ.બી.પી.ની દવા થઈ શકે? અહીંયા હાઈ.બી.પી અને ટ્રાન્ક્વીલાઇઝર્સ બન્ને વસ્તુ જુદી છે.

ઉંઘ ના આવવાના સંજોગોમાં ટ્રાન્ક્વીલાઇઝર્સ નો ઉપયોગ કરવો પડે. જ્યારે બ્લડપ્રેશર એ અલગ વસ્તુ છે. અને તેની સારવાર પણ અલગ થઈ શકે.

પહેલા આપણે હાઈ.બી.પીની વાત કરીએ તો આયુર્વેદની અંદર હાઈ.બી.પી માટે ખૂબ સુંદર અને સચોટ આડઅસર વગરની સારવાર છે, કે જેમાં દર્દીની યોગ્ય તપાસ કરીને તેના બધા જ પેરામીટરર્સને ધ્યાનમાં રાખીને , વાયુ – પિત્ત – કફ આ ત્રણેય દોષોની અવસ્થાઓ, દર્દીની ઉંમર, હાઈ.બીપી થવાના કારણો, માનસિક આઘાત, માનસિક ભાવો, ટેન્શન આ બધી જ વસ્તુઓનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરીને; તેની યોગ્ય ડોઝમાં બી.પી. ની દવા ગોઠવવામાં આવે છે. શરૂઆતની અંદર એલોપેથીની બ્લડપ્રેશરની દવાઓ અને આયુર્વેદની બ્લડપ્રેશરની દવાઓ બન્ને સાથે જ આપવામાં આવે છે. જેમ-જેમ આયુર્વેદની દવાની અસર ગોઠવાતી જાય તેમ-તેમ એલોપેથીની દવા ઓછી કરતા કરતા સાવ બંધ કરવાની હોય છે અને અમુક વર્ષ સુધી આયુર્વેદની દવા લીધા પછી તે પણ યોગ્ય પરેજીની સાથે ધીમે-ધીમે બંધ પણ કરી શકાય છે.

ટ્રાન્ક્વીલાઇઝર્સ એટલે કે ઉંઘ ના આવવાના સંજોગોમાં આપવામાં આવતી ઘેનની ગોળી, જેની આયુર્વેદમાં આવશ્યક્તા રહેતી નથી. તે છતાં પણ બ્લડપ્રેશર ઓછું થવાને કારણે ઊંઘ અનિયમિત આવવી ટેન્શન, સ્ટ્રેસ, ડિપ્રેશન આ બધાથી ઓછુ થવા માટે થઈને મેધ્ય ઔષધો (મગજની શકિત વધારનારા ઔષધો) લેવાથી પણ ટેન્સન દૂર થવાના કારણે થઈને પણ ઉંઘ પણ સારી આવતી હોય છે. આયુર્વેદમાં ટ્રાન્ક્વીલાઇઝર્સ તરીકે સર્પગંધા સાથે ઘણાં બધા ઔષધો છે, કે જે સારી રીતે ઉંઘ લાવી શકે છે પરંતુ એ બધી જ દવાઓ થકી કાયમી સારવાર માટે પણ ડૉકટરની મુલાકાત વગર, યોગ્ય ડૉઝ ગોઠવ્યા વગર જાતે લેવી ન જોઈએ.
આયુર્વેદ દવા શરૂ કર્યા પછી અગાઉ ચાલતી રહેલી એલોપેથિક દવાઓ તાત્કાલિક બંધ કરવી ન જોઈએ શરૂઆતમાં બંન્ને સાથે રાખીને ધીરે ધીરે કરતાં તે બંધ કરવી જોઈએ કારણકે આપણા શરીરને તેની આદત પડેલી હોય છે અને તેથી અચાનક જ બંધ કરવાથી ઘણી બધી તકલીફો ઉભી થઈ શકે છે.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. શિરોધારા કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top