મારા પિતા ની ઉમર ૭૨ વષ છે. હમણા ઘુટણ બદલાવવા માટે નુ ઓપેરેશન કરાવેલ છે પરન્તુ ત્યાર બાદ તેમને પેશાબ ની તકલીફ ચાલુ થઈ છે. ૬-૭ દિવસ પહેલા સુધી બાથરૂમ સુધી પહોચે તે પહેલા જ પેશાબ થઈ જતો હતો ત્યાર બાદ ફેમિલિ ડોકટર ને ઘરે બોલાવ્યા તો તેમની દવા થી થોડો ફરક પડ્યો પરન્તુ ડોકટર ના કહેવાથી સોનોગ્રાફી કરાવી તો ખબર પડી કે બાથરૂમ ગયા પછી પણ ૫૦૦ મિલિ પેશાબ કોથળી મા બાકી રહે છે. ડોકટરે તત્કાલીક ઓપરેશન કરાવવાનુ કહયુ છે. આપ ની સલાહ ની જરુર છે.
આપ નો આભાર.
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
આપના પિતાજી માટે આપે જે રજુઆત કરી તેને જોતાં તો આપને જવાબ આપતાં ઘણું મોડું થઇ ગયુ છે પણ આવા સંજોગોમાં આયુર્વેદ સારવાર લઇ શકાય છે અને પછી જો ફરક ન પડે તો ઓપરેશન તો કરવું જ પડે. હજુ જો ઓપરેશન ન કર્યુ હોય તો નીચેની સારવાર શરૂ કરાવશો.
૧. ગોક્ષુરાદિ ગુગળ ૨-૨ ગોળી દિવસમાં ત્રણ વાર
૨. ચંદ્રપ્રભાવટી – ૨ -૨ ગોળી દિવસમાં બે વાર
૩. પુનર્નવાષ્ટક ઘનવટી ૨ -૨ ગોળી દિવસમાં બે વાર
૪. અશ્મરીહર કવાથ ૧૦ મિલિ દિવસમાં ચાર વાર
બધી દવા નિયમિત પાણી સાથે લેવી.
આ સિવાય નાળીયેરનું પાણી વધારે આપતાં રહેવુ.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps