Skip to content

માસિકને લગતી સમસ્યા

મારી ઉંમર ૨૨ વર્ષની છે. હજું લગ્ન નથી થયા. મને હમણાં ત્રણ – ચાર મહિનાથી માસ્કને લગતી સ્મસ્યા રહે છે. તે પહેલા મને માસિક નિયમિત જ આવતું હતું પણ હમણાંથી મહિના કરતાં વહેલાં આવી જાય છે અને સાથે ગાંઠ જેવું પણ આવે છે. તો મારી આ સમસ્યાનો આયુર્વેદિક ઉપાય બતાવશો.

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપે પૂછેલ પ્રશ્ન પ્રમાણે… આપને માસિકને લગતી સમસ્યા છે. ઘણીવાર અમુક ઉંમરે અને ખાસ કરીને આપની ઉંમરમાં હોર્મોન સતત બદલાતાં હોવાને કારણે આવી સમસ્યા થઇ શકે છે અને તેમાં કંઇ ચિંતા કરવાની જરૂર નથી. આપ ચાર – પાંચ મહિના નીચે પ્રમાણે ઔષધ સેવન કરશો તો ચોક્કસ ફાયદો થશે.

આપ નીચે પ્રમાણે સારી ફાર્મસીની આયુર્વેદિક દવાઓ શરૂ કરીને આપની સમસ્યાનું સમાધાન મેળવી શકો છો.

પુષ્યાનુગ ટેબલેટ બે ગોળી સવાર સાંજ પાણી સાથે – જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય

ચંદ્રપ્રભાવટી બે ગોળી સવાર સાંજ પાણી સાથે – જમ્યા પહેલા કે પછી ગમે ત્યારે લઇ શકાય

અશોકારિષ્ટ ૧૦ મિ.લિ. સવાર સાંજ પાણી સાથે – જમ્યા પછી

પરેજી – વધારે પડતું તીખું, દહીં, ફરસાણ, તળેલું, મગફળૂ, બાજરી, જંકફૂડ, બેકરીની વસ્તુઓ, અથાણાં અને આથેલું ન ખાવું.

દૂધ નું નિયમિત સેવન કરવું.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top