Skip to content

વજન ઓછુ કરવા માટે

0 Comments
admin Changed status to publish

નમસ્તે

આપનો દિવસ સ્વસ્થ રહે !!

ડૉ. નિકુલ પટેલ દ્વારા સંચાલિત આયુર્વેદના આરોગ્ય વિશ્વમાં આપનું સ્વાગત છે.

વજન ઘટાડવું એ માત્ર દવાનું કામ નથી – યોગ્ય આહાર, નિયમિત કસરત અને દવા ત્રણે સાથે હોય તો જ વજન ઘટે અને ટકે.

નીચેના ઔષધો ૩ – ૬ મહિના લો:

  1. મેદોહર ગુગળ – ૨ ગોળી સવાર-સાંજ જમ્યા પછી
  2. ત્રિફળા ગુગળ – ૨ ગોળી સવાર-સાંજ
  3. વિડંગાદિ લોહ કેપ્સ્યુલ – ૨ કેપ્સ્યુલ સવાર-સાંજ
  4. અગ્નિમંથ ચૂર્ણ – ૧ ચમચી સવાર-સાંજ પાણી સાથે

આહાર-વિહાર:

  • મેંદો, બેકરી, તળેલું, મીઠાઈ, ઘી-તેલ, ચીઝ-પનીર, ફ્રીજની વસ્તુઓ બંધ.
  • દહીં, આથાવાળી વસ્તુઓ અને દિવસની ઊંઘ બંધ.
  • બાફેલા મગ, ખાખરા, મમરા, ફૂલકા રોટલી વધારે.
  • તરસ લાગે તેટલું જ પાણી; ફ્રીજનું પાણી નહિ.
  • મધ-પાણી: ૨ ચમચી મધ સાદા પાણીમાં (ગરમ પાણી કે લીંબુ સાથે ક્યારેય નહિ).
  • રોજ સવારે ૪૫ મિનિટ ઝડપથી ચાલવું.

પંચકર્મ: ઉદ્વર્તન, વિરેચન, બસ્તિ કર્મ.

નોંધ:

અહીં આપેલી સલાહ સુરક્ષા અને દરેક જગ્યાએ ઉપલબ્ધતાના આધારે આપવામાં આવી છે. જોકે, પરિણામ દવા બનાવનાર કંપનીની ગુણવત્તા પર આધાર રાખી શકે છે.

અમારી પાસે સારી ગુણવત્તાની દવાઓ પણ ઉપલબ્ધ છે. અમે દવાઓ બિન-વ્યાવસાયિક ધોરણે બનાવીએ છીએ અને માત્ર અમારા ક્લિનિક પરથી જ મોકલીએ છીએ. કોઈ પણ વ્યક્તિ અમારે ત્યાંથી શુદ્ધ દવાઓ લઈ જઈ શકે છે અથવા કુરિયર દ્વારા દુનિયાભરમાં મંગાવી શકે છે (કુરિયર ચાર્જ અલગ). ઓનલાઇન કન્સલ્ટિંગ દ્વારા દવા મેળવવા માટે ઈમેલ અથવા વોટ્સએપ મેસેજ કરો.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top