નમસ્તે
આપનો દિવસ સ્વસ્થ રહે !!
ડૉ. નિકુલ પટેલ દ્વારા સંચાલિત આયુર્વેદના આરોગ્ય વિશ્વમાં આપનું સ્વાગત છે.
આપને ૧૦ વર્ષથી ગેસ-એસિડિટી છે અને ઓડકાર કે વાછૂટ ન થાય ત્યાં સુધી સખત ગભરામણ થાય છે, રિપોર્ટ નોર્મલ છે.
આયુર્વેદમાં આ ઉદાવર્ત (વાયુ ઉપર તરફ ચડવો) અને અમ્લપિત્તની સ્થિતિ છે – પેટનો વાયુ ઉપર છાતી તરફ દબાણ કરે ત્યારે ગભરામણ થાય.
૫૦ વર્ષની ઉંમરે છાતીમાં ગભરામણ સાથે પરસેવો, ડાબા હાથ/જડબામાં દુઃખાવો કે ચાલતાં વધે, તો હૃદયની તપાસ (ECG) તરત કરાવવી.
નીચેના ઔષધો ૩ મહિના લો:
- શંખવટી – ૨ ગોળી જમ્યા પછી
- અવિપત્તિકર ચૂર્ણ – ૧ ચમચી સવાર-સાંજ જમ્યા પહેલાં
- હિંગ્વાષ્ટક ચૂર્ણ – અડધી ચમચી જમવાના પહેલા કોળિયા સાથે ઘી માં
- પ્રવાલ પંચામૃત – ૧ ગોળી સવાર-સાંજ
આહાર: ઉતાવળે ન જમવું, રાત્રે હળવું અને વહેલું જમવું, જમ્યા પછી તરત ન સૂવું. ચણા, વાલ, વટાણા, બટાકા, ઠંડાં પીણાં, ચા વધુ, તીખું-તળેલું બંધ. જમ્યા પછી ૫ મિનિટ વજ્રાસન.
પંચકર્મ: વિરેચન, બસ્તિ કર્મ.
નોંધ:
અહીં આપેલી સલાહ સુરક્ષા અને દરેક જગ્યાએ ઉપલબ્ધતાના આધારે આપવામાં આવી છે. જોકે, પરિણામ દવા બનાવનાર કંપનીની ગુણવત્તા પર આધાર રાખી શકે છે.
અમારી પાસે સારી ગુણવત્તાની દવાઓ પણ ઉપલબ્ધ છે. અમે દવાઓ બિન-વ્યાવસાયિક ધોરણે બનાવીએ છીએ અને માત્ર અમારા ક્લિનિક પરથી જ મોકલીએ છીએ. કોઈ પણ વ્યક્તિ અમારે ત્યાંથી શુદ્ધ દવાઓ લઈ જઈ શકે છે અથવા કુરિયર દ્વારા દુનિયાભરમાં મંગાવી શકે છે (કુરિયર ચાર્જ અલગ). ઓનલાઇન કન્સલ્ટિંગ દ્વારા દવા મેળવવા માટે ઈમેલ અથવા વોટ્સએપ મેસેજ કરો.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps