સર,
પેશાબ માં રસી થયા છે અને બહું બળતરા થાય છે.. તો best ayurvedic medicine કે જેનાથી મટી જાય.. Reply plz sir
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને પેશાબમાં બળતરાં થાય છે અને ઇન્ફેક્શન છે.
આપની જે તકલીફ છે તેના માટે આમ તો નિયમિત સારવાર આયુર્વેદિક ડોક્ટરનો સંપર્ક કરીને કરવી હિતાવહ છે.
ત્યાં સુધી નીચે પ્રમાણે ના ઔષધો ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.
૧. ચંદનાદિ વટી બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. ચંદ્રપ્રભાવટી બે ગોળી બે વાર
3. ચંદનાસવ ૧૦ મિલિ બરાબર હલાવીને ત્રણ વાર
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps