Skip to content

આયુર્વેદ પદ્ધતિની હેરડાઇ

Featured16.82K viewsવાળની સમસ્યાસૌંદર્ય સમસ્યાhair coloring hair dye White Hair અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ આહાર આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડાયેટ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ તપાસ આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ ભારતમાં આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ મેસેજ આયુર્વેદ સંદેશ આયુર્વેદ સલાહ આયુર્વેદિક દવાઓ આયુર્વેદીક દવાઓ ઈન્ડિયા આયુર્વેદીક પ્રોડક્ટ આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યના ઉપાયો આરોગ્યમ્ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ ઓનલાઈન કાયમી ઉપચાર કાયમી સારવાર કાળા વાળ ગુજરાત આયુર્વેદ ઘરગથ્થુ ટ્વિટર નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ ફેસબુક મફત મેસેજ મફત સ્વાસ્થ્ય ટિપ્સ યોગા આયુર્વેદ લાઇફકેર આયુર્વેદઆયુર્વેદ પ્રશ્નોત્તરી વાળનાં રોગો વૈદ્ય નિકુલ પટેલ વ્હોટ્સઅપ વ્હોટ્સએપ ટિપ્સ સફેદ વાલ સ્વદેશી ચિકિત્સા સ્વસ્થ રહો સ્વાસ્થ્ય રક્ષા હેર ડાઇ

નમસ્તે ! મને વાળ કાળા કરવા માટેની સલાહ જોઇએ છે. બજારમાં મળતી હેરડાઈ નુકશાનકારક ખરી? આયુર્વેદમાં આવી નિર્દોષ અને ઘેર કરી શકાય તેવી હેરડાઈ (કલપ) અંગેના પ્રયોગો હોય તો તે જણાવવા અંગે કૃપા કરશો. – હીના દવે, વલસાડ

admin Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
નમસ્તે !
આપનો પ્રશ્ન વાળના સૌંદર્ય અંગેનો છે. ખાસ કરીને વાળ અકાળે સફેદ થવાના સંદર્ભે છે. આજકાલ વાળ, ખરવાં, વાળ પાતળાં થવાં, વાળનો જથ્થો ઓછો થવો, વાળનાં છેડા ફાટવા તેમજ અકાળે ટાલ પડવી અને અકાળે વાળ સફેદ થવા, વાળ રુક્ષ – કોરા થવા અને ખાસ કરીને વાળને સ્ટ્રેટનીંગ કરાવ્યા પછી નાયલોનનાં વાયર જેવા થઇ જવા જેવી સમસ્યા ઉત્પન્ન થઇ છે.
– આ માટે સૌ પ્રથમ કોઇ કારણ હોય તો તે વાળને ન મળનારું આંતર અને બાહ્ય પોષણ જવાબદાર છે.
– જંકફૂડ ખાવા, વાસી ખોરાક ખાવો, મેંદાની અને બેકરીની વસ્તુઓ ખાવી, બજારનાં પોષણરહિત નાસ્તા ખાવા જેને કારણે વાળને પૂરૂં પોષણ મળતું નથી.
– દૂધ, ફળો, સૂકોમેવો, લીલાશાકભાજી તો આજકાલ્ની યુવાપેઢીને ભાવતાં જ નથી તો પછી વાળ ને પોષણ ક્યાંથી મળે.
– ફેશનના રવાડે ચડીને કોરા વાળ રાખવાં, તેલ ન નાંખવું, તેલ નાંખવું તો સારી ક્વોલીટીનું ન નાંખતા બજારમાં આવનારી લોભામણી અને આકર્ષક જાહેરાતો જોઇને ગમે તેવા હાનિકારક કેમિકલ વાળાં તેલ વાપરવાં વગેરે વાળને નુકશાનકારક જ છે.
– સૂંવાળા વાળ દેખાડવાની લ્હાયમાં હાનિકારક કેમિકલવાળાં શેમ્પૂથી વાળ ધોવાં. કેમિકલવાળાં કંડિશ્નર વાપરવાં, જેના કારણે વાળ ખરાબ થાય છે.

– આ ઉપરના કારણોની સાથે-સાથે ઉજાગરાં, ગુસ્સો કરવો, ટેન્શન, અભ્યાસ કે નોકરીમાં ટાર્ગેટ પૂરો કરવાનો માનસિક તણાવ એ વાળને અકાળે સફેદ કરી નાંખે છે.
– બજારમાં મળતી હેરડાઈ નુકશાનકારક તો ખરી જ. કારણકે તે જેટલી ઝડપથી વાળને કાળાં કરી દે છે તેટલા ઝડપથી વાળ કેમિકલ ડાઇ વગર કાળાં થાય જ નહિં. અને આજકાલ તો હર્બલ હેરપેક ના નામે થોડું કેમિકલ ભેળવેલા પેકનું બહું મોટું માર્કેટ છે. પણ હર્બલનાં નામે વેચાતા પેકથી સરવાળે નુકશાન જ થાય છે.
– આયુર્વેદમાં હેરડાઈ વિષે ઘણું સાહિત્ય મળી આવે છે. આપણાં ચરક – સુશ્રુતાદિ સંહિતાઓ તેમજ અષ્ટાંગહ્રદય ભાવપ્રકાશ, ચક્રદત્ત આદિ ગ્રંન્થોમાં ઘણા પ્રયોગો છે. તેમાંનાં નમૂનાનાં બે-ચાર આ પ્રમાણે છે.
૧. લોખંડનો ભૂકો, ભાંગરો, ત્રિફળા, કાળી માટી અથવા હીરાકસી ) એ બધાને એક મહિના સુધી શેરડીના રસમાં રાખી મૂકીને પછી તેનો માથે કલપ કરવો.
૨. હરડે, બહેડાં, આમળાં, નીલિનીપત્ર (ગળી) લોહચૂર્ણ અને ભાંગરો આ છ વસ્તુના ચૂર્ણને ઘેંટાના મૂત્ર સાથે બરાબર પીસીને (ઘૂંટીને) વાળ પર લેપ કરવો.
૩. લોખંડનો જૂનો ભૂકો (કાટ) આમળાં અને જાસૂદનાં ફૂલને એકઠાં કરી રાત્રે વાળ ઉપર લેપ કરવો.
પણ આ નિયમિત અઠવાડીયે એક કે બે વાર પ્રયોગ કરતાં રહેવો. ઓછામાં ઓછાં 6 મહિના તો આનો પ્રયોગ કરવાનો જ છે અને જરુર પડ્યે વધારે નિયમિત રીતે કરી શકાય.
આપને આ બધી કડાકૂટમાં ન પડવું હોય તો અમારે ત્યાં તૈયાર હેરપેક મળશે. જેને આપ ખાટી છાશમાં પલાળીને અઠવાડિયામાં એક કે બે વાર પ્રયોગ કરી શકો છો.
જે દિવસે આ પેક નાંખો તે દિવસે શેમ્પુ ન વાપરીને બ્લેક હેર ઓઇલ નાંખવુ અને બીજા દિવસે આયુર્વેદિક શેમ્પૂથી વાળ ધોવા. એકાંતરે દિવસે બ્લેક હેર ઓઇલ નો નિત્ય ઉપયોગ કરવો.

VN

વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)

આયુર્વેદ કન્સલ્ટન્ટ
Atharva Logo
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps

મહત્વની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
admin Changed status to publish
Back to top