Skip to content

પ્રેગનન્સી મા કેટલા મહિના સુધી સેક્સ કરી શકાય ?

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
સામાન્ય માર્ગદર્શન પ્રમાણે ગર્ભાવસ્થાના પ્રથમ ત્રણ મહિના અને અંતિમ ત્રણ મહિનામાં સમાગમ કરવો હિતાવહ નથી.
સમાગમ ન કરવાની સાથે સાથે મુસાફરી, વધારે પરિશ્રમ, ભારે કસરત વગેરે ગર્ભમાં રહેલા બાળકને નુકસાન કરે તેવી બધી જ બાબતો બાધ્ય હોય છે.
તેથી તો ચોથાથી છઠ્ઠા મહિના દરમ્યાન સાવચેતીપૂર્વક સેક્સ સંબંધ બાંધી શકો છો અને આ દરમ્યાન ધીમે ધીમે ગર્ભાશય પર (પેટ પર) દબાણ કે વજન ન આવે તેની તકેદારી રાખવી આવશ્યક છે.
આમાં આપ જે ડૉક્ટર પાસે નિયમિત ચેકઅપ કરાવો છો તેનું માર્ગદર્શન મેળવવું આવશ્યક છે. જો પ્રેગ્નન્સી જોખમી હોય તેવા સંજોગોમાં તો પૂરેપૂરા નવ મહિના સમાગમથી દૂર રહેવું જોઇએ.
જો બધું સારું જ હોય તો પણ પાછળના મહિનામાં સમાગમ દરમ્યાન સ્ત્રી ઉપર રહે તે રીતે, સાઈડમાં કે પાછળથી આવી પોઝિશનમાં સમાગમ કરી શકાય. તેમજ સમાગમ દરમ્યાન જોશમાં આવી જઇને યોનિનાં ઊંડાણમાં ધક્કો ન વાગે તેની સાવચેતી રાખવી જરૂરી છે.
આવા સંજોગોમાં યોનિપ્રવેશ સિવાયના મૈથુનના વિકલ્પો જેવા કે હસ્તમૈથુન કે મુખમૈથુન (બંનેની સંમતિથી જ) નો સહારો લઇ શકાય.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram • Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
You are viewing 1 out of 1 answers, click here to view all answers.
Back to top