Skip to content

ગર્ભાધાન માટે પરાકાષ્ઠાનો અનુભવ થવો જરૂરી ખરો…

Share with:


મારી ઉંમર ૨૬ વર્ષની છે અને મારાં લગ્નને ત્રણ વર્ષ થયાં છે મને ક્યારેય પરાકાષ્ઠાનો અનુભવ થતો નથી. અને મેં સાંભળ્યું છે કે કેટલીક સ્ત્રીઓને પરાકાષ્ઠાનો અનુભવ નથી થતો. તો તેની અસર ગર્ભ રહેવા પર પડી શકે કે? ગર્ભાધાન માટે તે આવશ્યક છે કે?

Question is closed for new answers.
admin Edited question August 3, 2020

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
સામાન્ય રીતે આપણે ત્યાં સેક્સ લાઇફ વિશે એટલું બધુ અજ્ઞાન અને મિથ્યા જ્ઞાન પ્રવર્તે છે જેને કારણે શરમને કારણે કેટલાયે સ્ત્રી -પુરુષ પોતાની સેક્સ લાઈફની સમસ્યા, મૂંઝવણ વિશે સમજી ન શકવાને કારણે જીવનમાં પૂર્ણતઃ આનંદ મેળવી શકતા નથી.

આપે આજે જે પ્રશ્ન કર્યો છે તે સમસ્યા તમારા એકલાને છે તેવું નથી પણ તમારા જેવા અનેક બહેનો ને આ સમસ્યા સતાવતી હોય છે અને એમાથી ઘણાં બધા એવાં પણ હશે કે તેને એ જ ખબર નહિં હોય કે પરાકાષ્ઠાનો અનુભવ શું હોય અને સેક્સનો ખરો આનંદ શું હોઇ શકે.

કારણ કે પુરુષની બાજુએ તો તેને સ્ખલન થઇ જાય એટલે તેને આનંદ મળી જાય, પણ સ્ત્રી શરીરની રચના અને તેની સેક્સની પરિસ્થતિ અલગ જ છે.

સામાન્ય રીતે સફળ જાતિય જીવન – લગ્નજીવનમાં સ્ત્રી-પુરુષ બન્ને ને સરખો આનંદ મળે તે આવશ્યક છે અને તો એકબીજા માટેનું ખેંચાણ વધે અને કાયમ એકબીજાથી જોડાયેલા રહે.

તેથી દરેક પુરુષની એ ફરજ બની રહે છે કે તેણે પોતાની પત્નિને સંતોષ મળે અને તે સેક્સ જીવનનો ભરપૂર આનંદ મેળવી શકે તેનો ખ્યાલ રાખવો તેવી જ રીતે ઘણીવખત સ્ત્રી પાત્ર તરફથી પૂરતો કે ઉષ્મા ભર્યો આવકાર કે સહકાર ન મળવાને કારણે પુરુષ પણ જોઇએ તેવી તિવ્રતા મેળવી શકતો નથી. અને એટલા માટે જ આ બન્નેનો સુમેળ સધાય તો લગ્નજીવનમાં ભરપૂર આનંદ મળી શકે.

એક રીતે જોઇએ તો જાતિયજીવનની જરુરિયાત માટે વિચાર કરીએ તો પ્રજોત્પાદન જ મુખ્ય છે અને તે પછી સ્ત્રી-પુરુષના સાંવેદિક આનંદની વાત છે. અને વળી જો સ્ત્રીને પરાકાષ્ઠાની આવશ્યકતા જ ન હોત તો તેનું અસ્તિત્વ જ રહ્યું ન હોત. પણ સફળ જાતિય સમાગમમાં તે અતિ આવશ્યક છે. સેક્સમાં બન્નેનો ભોગાનંદ સરખોજ હોય તેથી જ તેને સંભોગ કહેવાય છે. મૂલતઃ સ્ત્રી ને પણ પરાકાષ્ઠા આવશક છે અને તે વિના તે સંભ્ગ પૂર્ણ થતો નથી.

હવે બીજી રીતે વિચાર કરીએ તો મોટેભાગે એવું આપણાં ધ્યાનમાં આવે કે લગ્નજીવનની શરૂઆતમાં ગર્ભાધાન થવાની શક્યતાઓ સૌથી વધારે હોય છે અને અમુક સમય જવા દઇને જે લોકો પ્રયાસ કરે છે તેમને થોડી મહેનત પડે જ છે. આવા સમયે જે ઉત્કટતા અને પ્રેમનો આવેશ, આવેગ લગ્નજીવનની શરૂઆતમાં હોય છે તે તો પછી થોડો તો ઘટ્યો જ હોય છે અને વળી સમાગમ દરમ્યાન ગર્ભાધાન માટેનું એક વાતાવરણ સ્ત્રીના ગર્ભાશય અને યોનિના ભાગમાં તૈયાર થતું હોય છે તેથી તે વખતે જેટલા ઓતપ્રોત થઇ જવાય તેટલો પરકાષ્ઠાનો અનુભવ સારી રીતે થાય અને ગર્ભાધાનની શક્યતાઓ વધે.

તેમ છતાં અમુકેક વખત તે સિવાય પણ ગર્ભ રહેવાના કિસ્સા બને જ છે પણ તેની ટકાવારી બહુ ઓછી હોય છે.

પરાકાષ્ઠા નો અનુભવ ન થતો હોય તો જરુરી છે કે પતિ-પત્નિ એ શરમ રાખ્યા વિના સેક્સ નું જ્ઞાન મેળવવું. યોગ્ય રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી મેળવેલ જ્ઞાન જીવનને સુખ અને આનંદથી પરિપૂર્ણ કરી દે છે.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsguj
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

admin Selected answer as best July 28, 2020
Back to top
error: