Skip to content

શીઘ્રપતન અટકાવવાના ઉપાયો જણાવો

Solved11.76K viewsMen Sexual problemPremature Ejaculationપુરુષ સેક્સ સમસ્યાadult sex problem Ayurveda Ayurveda Clinic ayurveda doctor Ayurveda Guidance ayurveda qa ayurveda sex consulting couple sex counselling couple sex problem Dr. Nikul Patel female sex problem newly married sex counselling sex education sex problem sexologist sexual health woman sexual health અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આયુર્વેદિક દવાઓ આરોગ્ય આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યમ્ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કામ સમસ્યા કાયમી ઉપચાર કાયમી સારવાર જાતિય મુંઝવણ આયુર્વેદ પ્રશ્નોત્તરી જાતિય રોગો દામપત્ય જીવન નિરામય સ્વાસ્થ્ય પંચકર્મ પુરૂષ સમસ્યા લગ્ન જીવન વૈદ્ય નિકુલ પટેલ શીઘ્ર પતન શીઘ્ર સ્ખલન સેકસ સમસ્યા સ્વદેશી ચિકિત્સા સ્વાસ્થ્ય રક્ષા

નમસ્તે સાહેબ.
મારા મેરેજ ને એક જ મહીનો થયો છે પણ હું મારી પત્નિ ને પૂરતો સંતોષ નથી આપી શકતો મને જલ્દી વીર્ય સ્ખલન થઈ જાય છે. તે માટે મને આયુર્વેદ ઊપચાર જણાવશો?

Question is closed for new answers.
lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે
લગ્નજીવનની શરૂઆતમાં આ પ્રકારની સમસ્યા થવી એ નોર્મલ બાબત છે. સામાન્ય રીતે વધારે પડતી ઉત્તેજનાને કારણે થઈને પણ શીઘ્ર સ્ખલન થવું એ શક્ય છે. આવા સમયે ધીરે ધીરે આ સેટ થઈ જતું હોય છે. તે છતા પણ ઘણીવાર વધારે પડતી હસ્તમૈથુનની લગ્ન પહેલાની આદતો પણ શીઘ્ર સ્ખલન માટે પણ કારણભૂત બની રહે છે. તમારા પત્નીને સંતોષ નથી થતો તે વાત આપને પણ ચિંતા કરાવે. પણ જ્યારે પણ તમે સમાગમ કરો છો ત્યારે વચ્ચે થોડો રેસ્ટ રાખીને સ્ખલન થતાં પહેલાં અટકી જઈને જો તમે ફરીથી થોડીવાર રહીને સેકસ ચાલુ કરશો તો ધીરે ધીરે આગળ વધશે. સાથે સાથે ફોર પ્લે અને બીજી સેકસ ને લગતી બાબતોનો ધ્યાન રાખશો તો તમારી પત્નીને પણ સંતોષ મળશે ને તે તમે સારી રીતે લગ્નજીવન માણી શકશો. આવશ્યક અનુસાર તમે દવાઓ પણ લઈ શકો છો.જેના માટે આપ યોગ્ય આયુર્વેદિક ડૉકટરનો સંપર્ક પણ કરી શકો. અથવા તો તમે નીચેની દવા પણ શરૂ કરી શકો.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. સુવર્ણ મકરધ્વજ વટી ૧ ગોળી સવારે – ૧ ગોળી સાંજે
૨. શુક્ર સ્તંભનવટી ૨ ગોળી સવારે – ૨ ગોળી સાંજે
૩. આત્મ ગુપ્તા ટેબલેટ ૨ સવારે – ૨ સાંજે
૪. વૃશ્ય ચૂર્ણ એક ચમચી દૂધ સાથે દિવસમાં ૨ વાર

• બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
• અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
• દૂધ, ઘી, માખણ, અડદિયાપાક તેમજ પૌષ્ટિક આહાર વધારે લેવો.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top