Skip to content

વૃષણની સાઈઝ વધી ગઈ છે

છેલ્લા ત્રણ ચાર મહિનાથી મારા વૃષણની સાઈઝ વધી ગઈ છે ખાસ કરીને જમણી બાજુ. કોઈ દુખાવો, પેશાબમાં બળતરા, કે રુકાવટ ની તકલીફ નથી. ઉપચાર બતાવવા વિનંતી.

lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપને વૃષણની સાઈઝ વધી ગઈ છે અને જો આપને કોઈ દુખાવો કે અન્ય કોઈ તકલીફ ન હોય તો કોઇ ચિંતા કરવાની જરૂર નથી.

તે છતાં આ શાના કારણે વધી છે તે જો નક્કી થાય તો તે પ્રમાણે સારવાર થઈ શકે. તેના માટે ડોક્ટર ને રૂબરૂ તપાસ કરાવવી જરૂરી છે અને જરૂર પડ્યે સોનોગ્રાફી કરાવી ને પાકુ કરવું પડે.

આના માટે એકવાર નિદાન થયા પછી જો કંઈ તકલીફ જણાય તો આપ ચોક્કસથી આયુર્વેદ સારવાર ચાલુ કરી શકો છો.
આ સિવાય પણ આપને ડાયાબિટીસ કે પ્રોસ્ટેટની તકલીફ નથી તે પણ તપાસ કરવી જોઈએ.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top