Skip to content

સેક્સ પછી પ્રેગ્નન્સી છે કે નહિ કઈ રીતે જાણી શકાય

Hello Doctor,

મારા એક મિત્ર ને સમસ્યા છે, તેને હમણાં તેની ભવિષ્ય ની વાઇફ સાથે સંબંધ બાંધ્યો છે કોઈ પણ જાતના પ્રોટેક્શન વગર, તેની પાર્ટનર ને મહિના ના શરૂઆતમાં માસિક આવે છે એટલે તેને માસિક ના 5 દિવસ પછીના 13માં દિવસે સેક્સ કર્યું છે તો શું તેની પાર્ટનર ને પ્રેગ્નન્સી રહી શકે છે? જો તેને લાગતું હોય કે પ્રેગ્નન્સી રહી જશે તો i-pill લઈ શકે છે? અને જો તે ના લે તો આવતા મહિને માસિક ના આવે તો શું પગલાં લેવા જોઈએ પ્રેગ્નન્સી રોકવા?
જો pill લેવાની થાય તો કેટલી લેવાની અને કેટલા સમય સુધી લેવાની? Pill લીધા પછી ભવિષ્ય માં પ્રેગનેન્ટ રેહવા માં કોઈ સમસ્યા ?

આપના જવાબ થી મારા મિત્ર ની સમસ્યા દૂર થઈ શકે છે.

આપના તરફથી ‘સેક્સ’ વિશે જે રસપ્રદ માર્ગદર્શન મળે છે તે બદલ આપનો ખૂબ આભારી છું. કારણ કે સેક્સ વિશેના જ્ઞાનનો ખૂબ જ અભાવ છે. આપનું માર્ગદર્શન દિશાસૂચક ગણી શકાય.

આભાર,
આપના જવાબો દ્વારા જાણકારી મેળવતો વાચક.

lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
તમારા અનેકવિધ પ્રશ્નોના જવાબો આ પ્રમાણે છે,
1. તમારા મિત્ર એ જે પણ રીતે સંબંધ બાંધ્યો છે તે દિવસોમાં પ્રેગનન્સી રહેવાની મહત્તમ શકયતાઓ રહેલી હતી, વળી જાતિયજીવન ની શરૂઆતમાં આકર્ષણ એટલું પ્રબળ હોય છે કે ભૂલમાં પણ ગર્ભનિરોધક વિના સેક્સ સંબંધ બાંધ્યો તો તરત જ પ્રેગ્નન્સી રહેવાનું પાક્કું જ સમજો. આ દ્રષ્ટિએ જોઇએ તો ગર્ભ નહિં રહેવાની શક્યતાઓ બિલકુલ નહિવત્ છે. છતાં પણ દરેક સમાગમ એ ગર્ભાવસ્થા પેદા કરે જ એવું જરૂરી નથી, પણ જોખમને નકારી શકાય નહિં.

2. આ પ્રેગનન્સી ને રોકવા માટે લેવામાં આવતી – બજારમાં મળતી ઇમર્જંન્સી પિલ્સ એ તેના માર્ગદર્શન પ્રમાણે સમાગમ કર્યાના 72 કલાકની અંદર જ લેવાની હોય છે, અને તે છતાં કોઇપણ દવા એ 100% ખાતરી આપતી નથી.

3. સામાન્ય રીતે ગોળી એક જ લેવાની હોય છે અને તે વધારે લેવી કે નહીં તેના માટે નજીક ના ચિકિત્સક ને મળવું આવશ્યક છે.
4. હવે આ પછી પણ તો આવતા મહિને માસિક સમય પર ન આવે તો માસિકની તારીખના 5 – 7 દિવસ બાદ પ્રેગનન્સી ટેસ્ટ કરીને જોઇ લેવું.
જો ટેસ્ટ નેગેટીવ આવે તો ફરીથી રાહ જોવી અને 2 – 3 દિવસે ચેક કરવું. ટેસ્ટ પોઝીટીવ આવે કાંતો માસિક આવે તેની રાહ જોવી જોઇએ. 15 દિવસ સુધી કંઇ ન થાય તો યોગ્ય તપાસ કરાવવી જરૂરી છે.
જો માસિક આવી જાય તો પછી કોઇ સમસ્યા નથી, પણ આ દવાને કારણે હોર્મોન ડિસ્ટર્બ થવાને લીધે 2 – 3 મહિના સુધી માસિક અનિયમિત રહી શકે છે તો તેની તકેદારી રાખવી.
જો પ્રેગનન્સી હોય તો કોઇ પણ પ્રકારના નુસ્ખા કે અખતરા કર્યા વગર તરત જ નજીકના ગાયનેકોલોજીસ્ટ નો સંપર્ક કરવો. જાતે કોઇ પણ દવાના પ્રયોગો ન કરવા હિતાવહ છે.

5. ઇમર્જન્સી પિલ્સ એ ઇમર્જન્સીમાં વાપરવા માટેની દવા છે જેનો આપણે છૂટથી ઉપયોગ કરવો જોઇએ નહિં અને તે રીતે જો વાપરવામાં આવે તો પછી તે શરીરની કુદરતી વ્યવસ્થાને ખોરવી દઇ શકે છે અને તેના ભાગરૂપે ભવિષ્યમાં ગર્ભાવસ્થા પ્રાપ્ત કરવામાં અડચણ આવી પણ શકે છે.

6. જ્યાં સુધી આપ પ્રેગનન્સી માટે પ્લાન કરવાનું ન વિચારો ત્યાં સુધી સમાગમ દરમ્યાન નિરોધ – કોંડોમનો જ ઉપયોગ કરો તે વધુ હિતાવહ છે. આનાથી શારીરિક અને માનસિક બન્ને રીતે સ્વસ્થ રહેવાશે.

7. સુખી લગ્નજીવન માટે લગ્ન સુધી કામેચ્છા પર નિયંત્રણ રાખીને દામ્પત્ય જીવનને વધુ સુખરૂપ બનાવી શકાય છે. આપને સુખી લગ્નજીવનની શુભેચ્છાઓ.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top