મારી ઉંમર 27 વર્ષ છે. મારાં લગ્નને ચાર વર્ષ થયા છે. છેલ્લા 2 વર્ષથી મએ ગર્ભ રહે તે માટે પ્રયત્ન કરીએ છીએ પણ કોઇ સફળતા મળતી નથી. મારાં બધા રિપોર્ટ સારાં છે, તેમાં કોઇ ખામી જણાતી નથી. મારાં ધ્યાનમાં આવે છે કે સમાગમ બાદ મારી યોનિમાં વીર્ય ટકતું નથી અને તરત જ બહાર આવી જાય છે. તો તેના કારણે કદાચ પ્રેગનન્સી ન રહેતી હોય? આ સમસ્યાના નિવારણ માટે શું કરવું? મને પ્રેગનન્સી કેવી રીતે રહી શકે?
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
1. આપની સમસ્યા પ્રમાણે આપને ગર્ભધારણામાં સમસ્યા થઇ રહી છે અને આપના રિપોર્ટ પણ નોર્મલ આવે છે અને તે રીતે એવું કહી શકાય કે આપની કોઇ એવી મોટી સમસ્યા દેખાતી નથી જેના કારણે આપને પ્રેગ્નન્સી ન રહે. સમાગમ બાદ વીર્યનું યોનિમાં ન ટકવું અને તરત જ બહાર ફેંકાઇ જવું એ આયુર્વેદની દ્રષ્ટિએ વર્ણવેલ વાતિક યોનિવ્યાપદની એક સ્થિતિ છે. જેમાં યોનિ અને ગર્ભાશય પ્રદેશ અર્થાત્ સ્ત્રી પ્રજનન અવયવોમાં વાયુ પ્રકુપિત થવાથી સમાગમ દરમ્યાન ગર્ભાશયમુખ પર પડનાર વીર્યને અંદરનો વાયુ તરત જ બહાર ફેંકી દે છે.
2. વાયુ એ સૂક્ષ્મ અને ન જોઇ શકાય તેવો હોઇ તે કોઇ પણ પ્રકારના રિપોર્ટમાં આવવાનો નથી અને તેથી આધુનિક ચિકિત્સા વિજ્ઞાનમાં તેનો કોઇ ઉકેલ નથી જોવા મળતો. તેથી જો આયુર્વેદની પદ્ધતિથી સારવાર કરવામાં આવે તો આ સમસ્યાનું યોગ્ય નિવારણ થઇ શકે છે અને વીર્ય યોનિમાં ટકી શકે છે.
3. આની સાથે સાથે આપના પતિના વીર્યમાં શુક્રાણુની સંખ્યા અને ગતિની તપાસ કરાવી લેવી આવશ્યક છે અને તેમાં જો સમસ્યા હોય તો તે માટે પણ માત્ર આયુર્વેદ સારવાર જ કારગત નિવડે છે. તો તેની પણ સમસ્યાનું સમાધાન સાથે સાથે જ થઇ જાય.
4. ગર્ભધારણા માટે યોનિમાં વીર્યનું અમુક સમય સુધી ટકવું અને ગર્ભાશયમાં ખેંચાઇને પ્રવેશ થવો અતિ આવશ્યક છે. તેથી તો સમાગમ પૂર્ણ થવાની સાથે સાથે વીર્ય યોનિમાંથી બહાર નિકળી જતું હોય તો ગર્ભ રહેવાની શક્યતા નહિવત્ થઇ જાય છે.
5. આના માટે આપ સમાગમની પોઝિશન બદલીને પણ પ્રયત્ન કરી શકો છો. સાઇડમાં સૂઇને સમાગમ કરવાનો પ્રયત્ન કરી જુઓ. આપને જે સ્થિતિમાં અનુકૂળતા જણાય તેનો પ્રયોગ કરો. અને સમાગમ પૂર્ણ થયે કમર નીચે ઓશિકું રાખો.
6. સમાગમ દરમ્યાન જો બન્ને ને સાથે ચરમસીમાની તિવ્રતા પ્રાપ્ત થાય તો સહજમાં જ ગર્ભાશય દ્વારા વીર્યનું અંદરના ભાગમાં ખેંચાણ થતું હોય છે. જેનાથી ગર્ભ રહેવાની શકયતાઓ વધી જાય છે. આ માટે સમાગમ દરમ્યાન કોઇપણ પ્રકારના તણાવ, ચિંતા વગર પૂરેપૂરા ઓતપ્રોત થવું જરૂરી છે. માત્ર યાંત્રિકતાથી થતા રહેલ સમાગમમાં ગર્ભધારણા એ નહિવત્ હોય છે.
7. આમ છતાં જો સમસ્યા રહે તો આયુર્વેદની સારવાર કરાવીને ગર્ભાવસ્થા પ્રાપ્ત કરી શકો છો, આ માટે સારા આયુર્વેદ ચિકિત્સકનો સંપર્ક કરીને સારવાર કરાવવી આવશ્યક છે.
ત્યાં સુધી નીચેની દવાઓ લઇ શકો છો.
1. યોગરાજ ગુગળ 2 ગોળી બે વાર પાણી સાથે
2. પ્રજાસ્થાપન ટેબલેટ 2 ગોળી બે વાર દૂધ સાથે
3. આત્મગુપ્તા ટેબલેટ 2 ગોળી બે વાર પાણી સાથે
4. ચંદન બલા લાક્ષાદિ તેલનું પિચુ યોનિમાં મૂકવું.
8. આ પ્રકારની તકલીફમાં નીચેની આયુર્વેદિય પંચકર્મ સારવાર અતિ લાભકારક છે.
• બસ્તિ કર્મ
• યોનિધાવન અને અભ્યંગ
• ઉત્તરબસ્તિ કર્મ.
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
વાયુ કરે તેવા પદાર્થ ન લેવા
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
જવાબ માટે –
યુટ્યુબ વિડીયો જુઓ
અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો
https://www.youtube.com/channel/UCp3sT5NKN4-sQXHay3ItKtQ
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps