પ્રથમ સમાગમ વખતે યોનિપટલ ના તૂટવાથી લોહી નીકળે એવું જરૂરી છે?
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપને જે મૂંઝવણ છે તેના જવાબ રૂપે…
1. પ્રથમ સમાગમ વખતે યોનિપટલ તૂટવું જ જોઇએ એવું જરૂરી નથી. સામાન્ય રીતે એવી સમજ છે કે લગ્ન બાદ પ્રથમ સમાગમ વખતે કૌમાર્યભંગ થવું જ જોઇએ. અને યોનિપટલ તૂટવાને કારણે રક્તસ્ત્રાવ થાય છે અને સાથે એવી ગેરસમજણ પણ પણ છે કે જો લોહી ન નિકળે તો પછી તે સ્ત્રી કુંવારિકા ન હોય. આ ખરેખર જ ગેરસમજણ છે.
2. આવું મોટેભાગે હોય છે કે સ્ત્રીની યોનિ એ યોનિપટલથી ઢંકાયેલ હોય છે અને તેના કારણે પ્રથમ વખતે જ્યારે પુરુષેન્દ્રિય પ્રવેશ થવા માટે તે યોનિપટલ તૂટવું જરુરી છે.
3. આ યોનિપટલની રચના દરેક સ્ત્રીમાં અલગ અલગ પ્રકારની હોય છે. તેની ત્વચા ઘણીવાર જાડી અથવા પાતળી હોય છે. ક્યારેક તે ખૂબ જ પ્રયત્ન કર્યા પછી પણ તૂટે નહિ તેવી સ્થિતિ પણ હોય અને ઘણીવાર તે ત્વચા પાતળી હોય તો તેવા સમયે સાઇકલ ચલાવતાં, રમતો રમતાં, એથલેટીક કે રમત દરમ્યાન પડી જવાથી, નાનપણમાં ગુપ્ત ભાગમાં ઇજા થવાથી પણ તૂટી શકે છે તેથી તેની સંસ્કારિતા પર સવાલ ઉભો કરવો તે મૂર્ખામી ભર્યું છે.
4. ઘણીવાર તેની સ્થિતિસ્થાપકતા એટલી વધારે હોય છે કે પુરુષેન્દ્રિયના પ્રવેશ વખતે તે ખેંચાય પણ તૂટે નહિં અને આવા સંજોગોમાં યોનિપ્રવેશ પછી પણ યોનિપટલ અકબંધ હોય છે.
5. આ ઉપરાંત તો પ્રથમ સમાગમ વખતે યોનિપ્રવેશ પૂરેપૂરો ન થાય એટલે કે આંશિક થયો હોય તો પણ યોનિપટલ તૂટવા બાબતે શંકા રહે છે. ઘણીવાર ન તૂટવાને કારને સમાગમ શક્ય ન બને તેવી સ્થિતિમાં નજીકના ડૉક્ટર પાસે તપાસ કરાવીને તેનો યોગ્ય ઇલાજ કરાવીની મૂંઝવણ દૂર કરવી આવશ્યક બને છે.
6. અમારાં ચિકિત્સા અનુભવોમાં આવાં ઘણાં બધા કેસ એવા પણ આવ્યા છે કે લગ્નનાં બે – બે વર્ષ સુધી પણ યોનિપટલ તૂટ્યા વગર જ સમાગમ કરતાં હોય અને એવું માનતા હોય કે તેમનો સમાગમ બરાબર થાય છે. હકીકતમાં તેમને સમાગમનો આનંદ જ ખબર નથી હોતો. પણ જ્યારે ગર્ભ ન રહેવાની સમસ્યા ઊભી થાય છે ત્યારે પણ ઘણાં બધા પ્રયત્ન પછી ઊંડાણમાં જતા હકીકત સામે આવે છે.
આપના કેસમાં જો સમાગમ સારી રીતે પૂર્ણ લિંગ પ્રવેશથી થતો હોય તો પછી યોનિપટલ તૂટવાથી લોહી કેમ ન નિકળ્યું તેતો વિચાર ન કરતાં તમારાં પત્નિ પર પૂર્ણ વિશ્વાસ અને પ્રેમ રાખવો એ જ સમજદારી છે. આ નાનકડી શંકા એ આખું જીવન બરબાદ કરી નાંખે છે.
દામ્પત્યજીવનને સુખી કરવાની શ્રેષ્ઠ ચાવી એ એક બીજા પરનો પૂર્ણ વિશ્વાસ જ છે.
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps