Skip to content

મને વીર્ય સ્ખલન જલ્દી થઈ જાય છે, અને કોઇપણ પ્રકારનો રોગ નથી કોઈ વ્યસન પણ નથી

મને વીર્ય સ્ખલન જલ્દી થઈ જાય છે, અને કોઇપણ પ્રકારનો રોગ નથી કોઈ વ્યસન પણ નથી.
સંભોગ સમયે તરત જ લિંગ ઢીલું થઇ જાય છે અને તેથી અમારા દામ્પત્યજીવનમાં તકલીફ પડે છે.
અમારા લગ્નને હજું બે જ વર્ષ થયા છે,

lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપના લગ્નને હજું બે જ વર્ષ થયા છે અને આપને સમાગમ દરમ્યાન ઉત્તેજના ટકાવી રાખવામાં તકલીફ પડે છે.

• આપની સમસ્યા એ સામાન્ય રીતે ઘણાં બધા પુરુષોમાં જોવા મળે છે. આટલી નાની ઉંમરે સેક્સ સમસ્યા ઊભી થવી એ ખરેખર ટેન્શન કરાવે તેવું જ હોય છે. એક બાજું પત્નિની ઇચ્છાને પૂર્ણ ન કરી શકવાનું દુઃખ અને પોતાની તકલીફ બન્ને ભેગા થાય એટલે તકલીફ એમનામ જ વધી જાય.

• આવા સમયે ખૂબ જ ધીરજ રાખીને, જરાય ટેન્શન લીધા વગર આગળ વધીએ એમાં જ તેનો ઉકેલ છે. પત્નિ ને પણ એ સમજાવો કે આ માત્ર થોડા સમય માટે ઉદ્ભવેલો પ્રશ્ન છે. આ કાયમી પ્રશ્ન નથી. અને તે પણ જેટલો આપને ઉત્તેજના ટકાવી રાખવામાં મદદરૂપ થશે તો તેટલો જ આપને જલ્દી ફાયદો થશે,

• આવી સ્થિતિમાં હાર્યો જુગારી બમણું રમે એવી કહેવત પ્રમાણેની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે અને દરેક પુરુષ એવું જ માને છે કે આજે તો બરાબર જ થશે અને દર વખતે મળતી નિષ્ફળતા અને ઘણીવાર વારં-વાર ના પ્રયત્ન પછી પણ સફળતા ન મળે તો પત્નિ તરફથી મળનારો ઠપકો પણ માનસિક રીતે તોડી નાંખે છે. આવા સમયે બે સમાગમ વચ્ચે નો ગાળો વધારી દેવો જરુરી છે.

• લગ્ન પહેલાની હસ્તમૈથુનની આદત ઘણીવાર લગ્ન પછી તરત કે અમુક વર્ષો પછી જાતિય નબળાઇ સ્વરૂપે દેખા દે જ છે અને તેથી આવા સમયે હસ્તમૈથુનના કારણે પેદા થયેલ શુક્રધાતુના ક્ષયને અને તેના કારણે પેનિસની નસોમાં આવેલી નબળાઇને દૂર કરીને લાંબા ગાળા સુધી તકલીફ ન પડે તેવી સારવાર આયુર્વેદ પાસે છે. પણ થોડા ધીરજપૂર્વક સારવાર કરાવવી જોઇએ.

નીચે પ્રમાણે ના ઔષધો આપ ૫-૬ મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. વૃશ્ય ટેબલેટ બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. આત્મ ટેબલેટ બે ગોળી બે વાર
૩. નવજીવન બે ગોળી બે વાર
૫. સુવર્ણ મકરધ્વજ વટી એક ગોળી દિવસ માં બે વાર મધ સાથે.
૬. વાજીકરણ તેલ માલિશ માટે 10 મિનિટ બે બાર

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
ખાવાનો સોડા, ઠંડા પીણાં અને તરબૂચ ન લેવા
અડદિયા પાક લેવા..

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top