Skip to content

મારુ લિંગ 5.3 ઇંચ છે. પણ હસ્તમૈથુન વખતે લિંગ ઉપર ની ચામડી ઊતરતી નથી..

મારુ લિંગ 5.3 ઇંચ છે. પણ હસ્તમૈથુન વખતે લિંગ ઉપર ની ચામડી ઊતરતી નથી.. એટલે વીર્ય જલ્દી પડી જાય છે. તો કોઈ આયુર્વેદીક ઉપાય બતાવો. અથવા ઓપરેશન હોય તો તે કેટલું ખર્ચાળ થાય ?

વીર્ય સ્ત્રાવ જલ્દી ના થાય એવું કંઈક ઉપાય બતાવો…

lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
1. અપરણિત છો તે આપના પ્રશ્નો ઉપરથી સમજી શકાય છે. આપના લિંગની જે સાઈઝ આપે બતાવી છે તે બાબતે આપે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે જરૂર કરતાં પણ વધારે છે.

2. આપને એવી સમસ્યા છે કે જ્યારે પણ હસ્તમૈથુન કરો છો ત્યારે આપના લિંગ ઉપર ની ચામડી નીચે ઉતારવી જોઈએ તે નીચે ઊતરતી નથી
.
3. હસ્તમૈથુન કે સેક્સ સમયે લિંગ ઉપર ની ચામડી નીચે ન ઉતરે તેવા સંજોગોમાં સુન્નત નું ઓપરેશન એટલે કે circumcision કરાવીને આ સમસ્યાને દૂર કરી શકાય છે.

4. circumcision નું ઓપરેશન એ તમારા નજીકના અથવા તો જાણીતા જનરલ સર્જન પાસે કરાવવાનું રહેશે. જેનો ખર્ચો જે તે ડોક્ટર જ તમને કહી શકે.

5. એકવાર આ ઓપરેશન થઈ જાય પછી શીઘ્ર સ્ખલનની અથવા તો વીર્યસ્ત્રાવ વહેલા થવાની જે આપની સમસ્યા છે તેના માટે વિચાર કરી શકાય. ત્યાં સુધી તેના માટે કોઈપણ પ્રકારની દવા કરવી તે નકામી પડશે.

6. શીઘ્રસ્ખલન થવું તે લગ્ન પહેલાં બહુ જ સામાન્ય બાબત છે અને તે વારે ઘડીએ હસ્તમૈથુનની આદતને કારણે પણ સમસ્યા ઉદભવી શકે છે. આ સંજોગોમાં હસ્તમૈથુન ની માત્રા બિલકુલ ઓછી કરી દઈને સાથે સાથે દૂધ ઘી સૂકોમેવો જેવા સારા પૌષ્ટિક ખોરાક વધારવા આવશ્યક છે.

7. લગ્ન થવાના હોય તે પહેલા ચારથી પાંચ મહિના અગાઉથી જ આ બાબતે સારવાર શરૂ કરવી એ સલાહ ભર્યું છે. કારણ કે જો એ પહેલા પણ સારવાર શરૂ કરવામાં આવે તો પણ તમારે લગ્ન પહેલા એકવાર સારવાર લેવી આવશ્યક બની રહે છે.

8. આપને વીર્યસ્ત્રાવ વહેલો થવાની જે સમસ્યા છે,તેમાં કંઈ ચિંતા કરવા જેવું નથી. આપણા અત્યારના સમયના બહારના નાસ્તા અને પોષણ વગરના ખોરાકના કારણે પણ શુક્ર ધાતુ નબળી પડવાના કારણે આ વસ્તુ થઈ શકે છે. દવાઓ દ્વારા તેની પૂર્તિ કરીને તમે તમારું લગ્નજીવન સુખમય અને આનંદ રૂપ માણી શકો તેના માટે સારામાં સારી આયુર્વેદિક દવાઓ છે.

9. સારા આયુર્વેદિક ડોક્ટરની સલાહ મુજબ દવા કરવા માટે વિનંતી.કોઈપણ પ્રકારની જાહેરાતો કે મેડીકલમાં કાઉન્ટર પર મળતી રહેલી દવાઓ લઈને પૈસા બગાડવા સિવાય કંઈ મળવાનું નથી.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top