Skip to content

સેક્સ ની ઈચ્છા નથી થતી અને સેક્સ સમયે દુઃખાવો પણ થાય છે.

અમારા લગ્નને ત્રણ વર્ષ થવા આવ્યા છે.

મને સેક્સ ની ઈચ્છા નથી થતી અને જયારે સેક્સ કરીયે ત્યારે પેનીસ ને યોનિમાં નાખતા બઉ જ દુખાવો થાય છે

જેથી હું અંદર નાખવા નો પ્રયત્ન પણ કરી શકતી. મને કોઈ ઈલાજ આપો અમારે હવે ફેમિલી પ્લાનિંગ કરવું છે.

આપ કહેશો તો આપને ત્યાં પણ રૂબરૂ આવીને મળી જઇશું.

થૅન્ક્સ

lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપના લગ્નને ત્રણ વર્ષ થયાં છે અને હજુ પણ જો આપને સેક્સ મારી યોનિમાં દુઃખાવો થતો હોય ચોક્કસથી તમારે રૂબરૂ consultation કરાવીને તપાસ કરાવીને દવા શરૂ કરવી જોઇએ.
અત્યાર સુધી આપે આ સમસ્યાને ચલાવી અને લગ્નજીવનનો આનંદ થી દૂર રહ્યા તે જ દુઃખની બાબત છે.

આપણા બન્નેના સેક્સ માટેના અજ્ઞાનના કારણે આ સમસ્યા ઊભી થાય છે અને તેના માટે બંને જણા સેક્સ એજ્યુકેશન અથવા તો સેક્સોલોજિસ્ટ પાસે કાઉન્સેલિંગ કરાવવું આવશ્યક છે.

આમ તો લગ્ન કરવા માટે તૈયાર થયેલ છોકરો છોકરી બંને સેક્સ એજ્યુકેશન લેવું એ ખૂબ જ સલાહભર્યું છે.
જેના કારણે લગ્ન જીવનની અંદર સેક્સના કારણે ઊભી થનારી સમસ્યાઓ તો દૂર થાય જ છે પણ સાથે-સાથે સેક્સ નો પૂર્ણ અને સાચો આનંદ પણ મેળવી શકાય છે.
અમારા આટલા વર્ષોના અનુભવ પછી, અને કપલના કાઉન્સેલિંગ પછી એક બાબત ચોક્કસપણે કહી શકીએ કે ભાગ્યે જ દસ કે વીસ ટકા કપલ સારામાં સારી રીતે સેક્સ નો આનંદ લઇ શકતા હશે. પોતે જે આનંદ કરતા રહેલા છે તેને તે પૂર્ણ માનીને તેમાં જ સંતોષ માની લેતા હોય છે અથવા તો આ બાબતને શરમજનક કે ગોપનીય સમજીને કોઈને પણ ન કહેતા જે છે અને જેવું છે ચલાવી લેવામાં સમજદારી માને છે.
ઘણા ખરા લગ્નજીવનના પ્રશ્નો જાતીય સમાગમ ના અસંતોષ અથવા તો અપૂરતા આનંદ ને કારણે ઉભા થતા હોય છે.પતિ-પત્ની વચ્ચેનો એકબીજા માટેનો આક્રોશ અથવા તો ઘરના અન્ય સભ્યો સાથેનું અણછાજતું વર્તન પણ આનો જ એક ભાગ હોય છે.
વારંવાર જોવા મળતો ડિપ્રેશન અથવા તો માથાનો દુખાવો અથવા ન સમજી શકાય તેવી બીમારી આ બધાંના મૂળમાં ક્યાં જાતીય અસંતોષ પણ ભાગ ભજવે છે.

આટલું જ નહીં પણ જો પતિ-પત્ની બંને યોગ્ય રીતે કાઉન્સેલિંગ કરાવીને પોતાના શરીરની અને પોતાની પસંદગીની સમજ કેળવી લે તો સેક્સ નો લઈને એકબીજાની વધારે નિકટ અને મનથી પ્રફુલ્લિત બની શકે છે.
આવા ખુશખુશાલ દંપતીને માનસિક તણાવ કે મનોરોગ મોટાભાગે ક્યારેય સતાવતા હોતા નથી ઊલટાનું પોતાના ક્ષેત્રમાં તે ખૂબ જ ઉત્સાહથી અને એનર્જીથી પ્રોડક્ટીવ output આપીને પોતાના ક્ષેત્રમાં ખૂબ આગળ વધે છે.
આવી સફળતાની પાછળ પણ સુખી દાંપત્યજીવન અને પૂર્ણ સંતોષી સેક્સ જીવન ને શ્રેય જાય છે.

હવે સમસ્યા જેમાં આપણે બંને જણાએ રૂબરૂ આવવું તે પ્રમાણે સારવાર કરવી તે ખૂબ જ આવશ્યક છે. તે વિના આપને કોઇપણ પ્રકારનું માર્ગદર્શન અમે આપી શકીએ તેમ નથી.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top