Skip to content

હુ 19 વર્ષ નો છુ અને મારુ લીંગ નાનુ છે

હુ 19 વર્ષ નો છુ અને મારુ લીંગ નાનુ છે અને આખા લીંગ પર ચામડી છે, જ્યારે લીંગ ઉભુ થાય ત્યારે પણ ચાંબડી નીચે નથી જાતી, તો મારે સેક્સ લાઈફ મા કોઈ પણ પ્રકારની સમસ્યા થઈ શકે ખરી??

admin Answered question

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની જે મૂંઝવણ છે તે પ્રમાણે
1. આપને લાગે છે કે આપનું લિંગ નાનું છે, પણ તેવું હોતું નથી. મનુષ્ય શરીરના સર્જકે દરેકને યોગ્ય જ આપ્યું છે અને તેથી કોઇ પણ પ્રકારની ચિંતા કરવાની કે કોઇ પણ ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી.
2. લિંગની સાઇઝ ને અને સેક્સ ના આનંદને ખાસ લેવાદેવા નથી. આપના લગ્નને હજુ ઘણી વાર છે તેથી તે બાબતે વિચારવાનું છોડી દેશો.
3. આપની લિંગની ઉપરની ચામડી ઉત્તેજિત અવસ્થામાં નીચે ઉતરતી નથી. આ એક સમસ્યા કહી શકાય. જો ખાસ વધારે તકલીફ ન હોય તો થોડા દિવસ દિવેલના થોડાં ટિંપા ત્યાં મૂકીને થોડું માલિશ કરતાં કરતાં ચામડી ઉતારવાનો પ્રયાસ કરવો. એકાદ મહિનામાં સફળતા ન મળે તો કોઇ સર્જન ડૉક્ટરને મળી આવવું. આના માટે એક નાનું ઓપરેશન કરવાનું હોય છે. જેને સાદી ભાષામાં સુન્નત કહેવાય અને મેડીકલ ભાષામાં સર્કમસિઝન નું ઓપરેશન કહેવાય છે.
4. આ પછી આપને સેક્સ લાઇફમાં કોઇ પણ સમસ્યા નહિં રહે.

રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top