Skip to content

લિંગ (પેનિસ) ઉપર ઈન્ફેક્શન અને વારંવાર ની તકલીફ

મારી સગાઇ બે વર્ષ થી થઈ ગઈ છે આર્થિક પ્રોબ્લેમના કારણે લગ્ન બાકી છે.
હું ઘણી વાર મારી પાર્ટનર સાથે સેક્સ કરુ છું. મહીના મા પાંચ સાત વાર સેક્સ કરુ છું.

મારી સમસ્યા એ છે કે એક મહિના થી મારા લિંગ પર નાની નાની લાલ ફોલ્લીઓ અને ખંજવાળ આવે છે..જેના માટે મેં ડોક્ટરને જણાવ્યું. તેમણે જે દવાઓ આપી એમા મને 75% સારુ થઈ ગયુ. પણ હાલમા દસ પંદર દિવસ થી લિંગ પર આગળ ના ભાગે લાલ છોલા પડી ગયા છે… લોહી અને પેશાબ નો રીપોર્ટ કર્યો જેમાં બધુ બરાબર છે એમ ડો. જણાવ્યું. અત્યાર સુધીમા કોઈ રોગ નથી. ડોક્ટર ની દવા અને ગોળી તથા ક્લોબેન-જી મલમ લગાવું છું. પરંતુ એ ઘા રુઝાતા નથી. મલમ લગાવા છતા એ છોલાય ગયેલ ભાગમાંથી દહી જેવો કે શરદી જેવો પ્રવાહી આખા દિવસ દરમ્યાન નીકળી રહે છે. દિવસ દરમ્યાન બે-ત્રણ વાર લિંગ ધોઈ ને મલમ લગાવુ છું છતાં પણ મને એ ઘા રુઝાતા નથી. અને જે શરદી જેવું સફેદ દ્રાવ્ય લિંગની ચામડી પરથી નીક્ળે છે.અને ઘા રુઝાતા નથી.

તો ખાવા પીવાની કાળજી.શું ખાવુ શું ના ખાવુ. અને બીજા કયા પ્રકારની દવા કે મલમ લેવી જેના માટે મને યોગ્ય સલાહ સુચન આપવા હું વિનંતી કરુ છું.

admin Answered question

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપના સમસ્યાનું વર્ણન પ્રમાણે આપને જાતીય સમાગમ પછી લિંગ ઉપર જે ઇન્ફેક્શન લાગ્યું છે તેના કારણે તમને ઘણી બધી તકલીફો રહે છે. આપેલી દવાઓ કરાવ્યા છતાં અને નિયમિત રીતે સફાઈ અને ટ્યુબ લગાવ્યા છતાં પણ પેનિસ પર પડેલા ઘા રુઝાતા નથી.

આમ જોઈએ તો આજે સમસ્યા છે તે તમારા બન્નેના જાતીય અંગોની સ્વચ્છતા અને તેને લાગેલા ઇન્ફેક્શનના કારણે હોઈ શકે છે. આપના લગ્ન થયેલા નથી પણ તમે જાતીય દ્રષ્ટિથી એકદમ સક્રિય છો તેથી વારેવારે તમે જાતીય સંબંધ બાંધો પણ છો.
આ દરમિયાનમાં તમે ગર્ભ નિરોધક તરીકે કોન્ડોમ વાપરો છો કે ગર્ભનિરોધક ગોળીનો ઉપયોગ કરો છો તે સ્પષ્ટ કરવા વિનંતી.

હાલ પૂરતો જ્યાં સુધી આપને આ બધી સમસ્યાઓ દૂર ન થાય ત્યાં સુધી સમાગમ કરવા માટે સલાહ આપવી બરાબર નથી. તેથી તમે હાલ પૂરતા સમાગમથી દૂર રહો તે અપેક્ષિત છે.

આપને ઇન્ફેક્શન લાગ્યું છે તેના માટે જો તમારા નજીકમાં કોઈ સારા આયુર્વેદિક ડોક્ટર હોય તો તેમને બતાવી ને તેમની પાસેથી સારવાર લો તે સૌથી વધારે સલાહભર્યું છે.

આ છતાં આપ જો ચાહો તો અમારે અહીંયા રૂબરૂ આવીને સારવાર લેવી યોગ્ય ગણાશે.

અહીંયા આવો કે અન્ય ડોક્ટર ને બતાવો ત્યાં સુધી કામચલાઉ ધોરણે નીચેની ઔષધો શરૂ કરી શકો.

1. મહામંજિષ્ઠાદિ કાઢા દસ મિલી દિવસમાં બે વાર
2. કિશોર ગૂગળ બે ગોળી દિવસમાં બે વાર
3. દ્વાદશાંગ ઘનવટી બે ગોળી બે વાર
4. પંચતિક્ત ઘૃત એક ચમચી સવારે અને સાંજે પીવા માટે અને આ જ દવા ઘાવ પર દિવસમાં બે વાર લગાવવી.

તીખું ખારૂં ખાટું અને તળેલું હાલ બંધ રાખવું
ગરમ મસાલા વાળુ બંધ રાખવું
બજારનાં નાસ્તા ન લેવા
બેકરીની વસ્તુઓ ન ખાવી
દહીં છાશ આમલી જેવી ખટાશ બંધ રાખવી.

પેનીસના ભાગને લીમડાના પાણીથી ધોઈને પછી ઉપર બતાવેલી દવા લગાવવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top