Skip to content

રોજ કોન્ડોમ નો ઉપયોગ કરાય કે નહીં?

હું એ જાણવા માગું છું કે રોજ કોન્ડોમ ઉપયોગ કરાય કે નહીં મારા મેરેજ ને 6 મહિના થયા છે મારી ઉંમર 24 વર્ષ અને મારી વાઈફ ની 21 વર્ષ છે અમે હાલ પ્રેગ્નન્સી ઈચ્છતા નથી માટે કોન્ડોમ નો ઉપયોગ કરીએ છે અને અમે લગભગ માસિક સમય ના 4 દિવસ બાદ કરતાં રોજ કોન્ડોમ સાથે સંભોગ માણીએ છે તો તેનાથી કોઈ અમને ભવિષ્યમાં તકલીફ કે કોઈ મુશ્કેલી થઈ શકે કે નહીં અને જો કોઈ મુશ્કેલી ની સંભાવના હોય તો તેના હલ માટે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની જાતિય વિષયક મૂંઝવણ બાબતે પ્રશ્ન છે તેનો જવાબ આ પ્રમાણે છે.

1. આપે ગર્ભ ન રહે તે બાબતે ગર્ભનિરોધક વિવિધ ઉપાયો પૈકી નિરોધ ( કોન્ડોમ) નો ઉપયોગ કરવાનું નક્કી કરીને માસિક ના 4 દિવસ ને બાદ કરતાં દરરોજ કોન્ડોમના ઉપયોગ થકી જાતિય સંબંધ બાંધો છો.

2. તમામ ગર્ભનિરોધકમાં કોન્ડોમ એ એકદમ બેનહાનિકારક માધ્યમ છે કારણકે તેમાં શરીરની અંદર કંઇ લેવાનું હોતું નથી. તેથી તેનો જ્યાં સુધી ગર્ભ રાખવાની ઇચ્છા ન હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરી શકો છો.

3. કોન્ડોમમાં પણ અનેકવિધ પ્રકાર આવે છે તેમાં તમે બદલીને પણ આપને જે વધુ અનુકૂળ આવે તે વાપરી શકો છો.

4. અમુકેક પ્રકારના કોન્ડોમ ઘણીવાર માફક આવતા નથી તો તેનાથી યોનિના અંદરના ભાગમાં ખંજવાળ આવવી, બળતરા થવી વગેરે થાય છે, એવું જો જણાય તો બીજી ક્વોલીટીના કોન્ડોમનો ઉપયોગ કરવો જોઇએ.

5. અન્યથા આપ ને આનાથી ચિંતામુક્ત રહીને સંબંધ રાખી શકો આ વિશેષ ફાયદો છે. આપ બિન્દાસ્ત વાપરી શકો છો.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top