Skip to content

મારી ઉંમર ૩૦ વર્ષની છે. મારા લગ્નને ૩ વર્ષ થયા છે. મારે ૦૧ બાળક છે. જે ૧૮ મહિનાનો છે.

મારી ઉંમર ૩૦ વર્ષની છે. મારા લગ્નને ૩ વર્ષ થયા છે. મારે ૦૧ બાળક છે. જે ૧૮ મહિનાનો છે.

(૧) મને મારૂ શિશ્ન થોડુ જમણી બાજુનું વાકુ છે. કદાચ હસ્ત મેથુન ના કારણે આમ બન્યુ હોય. પહેલા મને હસ્ત મૈથુનની ટેવ હતી. પરંતુ જ્યારે હું મારી પત્ની સાથે સંભોગ કરુ છુ ત્યારે તેમા મારી પત્ની કે મને કોઈ તકલીફ પડતી નથી. પરંતુ મારૂ શિશ્ન વાકુ છે. તેનુ મને ઘણું દુ:ખ થાય છે. મે ડોક્ટર પાસે આયુર્વેદિક દવા પણ કરાવી ડોક્તરે મને ૩-૪ ગોળીઓ તેમજ મસાજ કરવા માટે તેલ આપ્યુ પરંતુ તેનાથી કોઈ ફરક નથી પડતો.

(૨) મને ડર લાગે છે. કે મારા બાળકનું શિશ્ન વાંકુ ન હોય. શું આમ બની શકે કે મારૂ શિશ્ન વાંકુ છે તો મારા બાળકનું પણ વાંકુ હોઈ શકે ?

lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
નમસ્તે
આપને જે સમસ્યા છે તે પ્રમાણે આપનુ લિંગ જમણી બાજુ વળેલું છે.

આ સમસ્યા કયા કારણથી ઊભી થઇ હોય તે જોવાનું અત્યારે કોઈ કારણ મને જરૂરી લાગતું નથી. સામાન્ય રીતે કોઈપણ પ્રકારની હવે અવસ્થામાં તેના દ્વારા થતી તકલીફો ને ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.

આપને જે તકલીફ છે તે પ્રમાણે લિંગના જમણી બાજુ વળવાના કારણે સંભોગ કે આપના જાતીય જીવનમાં કોઈપણ પ્રકારની તકલીફ પડી નથી. ઊલટાનું આપના સુખી લગ્ન જીવનના પરિણામ સ્વરૂપ એક બાળક પણ છે.

આવી સમસ્યા ઘણા બધા લોકોને હોય છે અને ઘણા બધા અંશે તે પ્રાકૃત પણ હોય છે. આવા સંજોગોમાં માત્ર તેના દ્વારા જો કોઈપણ પ્રકારની તકલીફ ઊભી થતી હોય તો જ તેના માટે સારવાર વિચારી શકાય.

હવે અહીંયા આપનો બીજો પ્રશ્ન એ છે કે આપને ચિંતા છે કે આપના બાળકને પણ આ તકલીફ થશે કે કેમ?

આપના આ પ્રશ્નનો જવાબ એ છે કે
1. પહેલી વાત તો આપને જ કોઈ તકલીફ નથી તો સામે ચાલીને તકલીફ ઊભી કરવાનું કોઈ કારણ નથી.આને જો આપ કોઈ તકલીફ સમજશો તો તે આપને શારીરિક નહીં પણ તે માનસિક તકલીફમાં પરિણમશે. આ બાબતને આપે ભૂલી જવી તેમાં જ આનંદ છે.

2. આપના બાળકને આ તકલીફ થશે કે કેમ તે બાબતે આપને ચિંતા છે તે ચિંતા કરવાનો પણ કોઈ કારણ નથી. કારણ કે આ કોઈ રોગ નથી. તેથી કદાચ વારસાગત રીતે જેમ માતા-પિતાના શરીરના આકાર કદ અને કલર એ બાળકને વારસામાં મળે તેમ આ કઈ વારસામાં આવે તેવું હોતું નથી.

3. અને જો આપને પણ આના કારણે સમસ્યા નડતી નથી તો પછી તે આપના બાળકને પણ નડશે એવું માનવાનું કોઈ કારણ નથી.

4. તેથી કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર સુખેથી, આનંદથી જીવન જીવો અને લગ્નજીવનને ખૂબ માણો.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top