Skip to content

હસ્તમૈથુન વિષય

સર હું દરરોજ હસ્તમૈથુન કરું છું
તો હસ્તમૈથુન કરવાથી કોઈ ગેરફાયદા તો નથી ને
શું રોજ હસ્તમૈથુન કરવાથી કોઈ નુકશાન ખરુ ?

admin Answered question

2 Answers

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
1. અપરણિત યુવાનને હસ્તમૈથુનની આદત હોય તે સહજ સ્વાભાવિક છે.

2. હસ્તમૈથુન કરવાથી ગેરફાયદો થાય કે કેમ? હસ્તમૈથુન કરવું તો કેટલી માત્રામાં કરવું? હસ્તમૈથુનને રોકવા માટે શું કરવું? મોટાભાગના યુવાનોને આટલા પ્રશ્નો મૂંઝવતા હોય છે જે આપણે આજે સમજી લઈએ.

3. યુવાન અને યુવતીમાં જ્યારે જાતીય અંતસ્ત્રાવો પ્રગટ થાય છે ત્યારે જાતીય અંગો માં ફેરફાર થયો અને વિકાસ થોડો તે કુદરતી છે. જાતીય અંતઃસ્ત્રાવો ના પ્રગટ થવાને કારણે છોકરા છોકરી ને એકબીજા માટે આકર્ષણ થવું તે પણ સ્વાભાવિક છે. આ જ આકર્ષણ તે આગળ જઈને તેની જાતીય ઉત્તેજનાને અને જાતીય ભૂખ ને જગાડે છે. આવા સમયે જાતીય ઉત્તેજનાને કંટ્રોલ કરવા માટે હસ્તમૈથુન એ ખુબ જ સુરક્ષિત ઉપાય છે. જેના કારણે સામાજિક-માનસિક અને શારીરિક ત્રણે ત્રણ બાબતોને આપણે સાચવીને આપણી એ જાતીય જરૂરિયાતને સંતોષી શકીએ છીએ. તે દ્રષ્ટિથી જોઈએ તો હસ્તમૈથુન એ લાભદાયી છે.

4. ઇન્દ્રિય ઉપર દમન કરવાથી તે વધારે ને વધારે મનને વિચલિત કરી નાખે છે અને આવા સંજોગોમાં હસ્તમૈથુન એ મનને શાંત કરી દઈને જાતીય આવેગને એક સમય માટે હળવો કરી નાખે છે. તેથી આ સંદર્ભમાં પણ હસ્તમૈથુન એ લાભદાયી છે.

5. હવે આ હસ્તમૈથુનની આદત એ વધવા લાગે અને વારંવાર હસ્તમૈથુન અથવા તો દરરોજ હસ્તમૈથુન કરવામાં આવે તો તેનાથી લાંબા ગાળે નુકસાન થવાની શક્યતાઓ છે.

જેમકે,
આપણા શરીરમાં જે સાત ધાતુઓ છે તેમાં શુક્ર ધાતુ એ અંતિમ ધાતુ છે. જે આપણા મન અને શરીરને બલ અને કાંતિ આપનાર છે. વધારે પડતો વીર્યનાશ થવાના કારણે આ શુક્ર ધાતુ અને નબળી પડે છે. જેના કારણે શરીરમાં નબળાઈ આવવી, મોં પરની ચમક ઓછી થવી, અકાળે વૃદ્ધત્વ દેખાવું આ બધું જ થઈ શકે છે.

આ સિવાય હસ્તમૈથુનના કારણે પેનિસના સ્નાયુઓ અને માંસપેશીઓને નબળી પડે છે. જે લાંબા ગાળે, ખાસ કરીને 35 વર્ષ પછીની ઉંમરમાં આપને જાતીય નબળાઈ અથવા તો શીઘ્ર સ્ખલન જેવી સમસ્યાઓ ઉભી કરી શકે છે.

6. હવે અહીંયા આપણને પ્રશ્ન થાય કે આ બંને ફાયદા અને ગેરફાયદા જોઈને હસ્તમૈથુન કરવું જોઈએ કે ન કરવો જોઈએ?

7. હસ્ત મૈથુન બંધ કરવાનો નથી પણ અઠવાડિયે એકાદ વખત કરશો તો આપને મોટાભાગે કોઈ પ્રશ્ન નડશે નહીં. સાથે શુક્ર ધાતુ પુષ્ટ થાય તેવા દૂધ-ઘી, સૂકોમેવો, માખણ વગેરે સારો ખોરાક લેવો જોઈએ.

બજારનાં નાસ્તા, વાસી ખોરાક અને બેકરીની વસ્તુઓ બને ત્યાં સુધી ઓછી કરી દેવી જોઈએ.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish

Back to top