Skip to content

મારી પત્નીના યોનિ ની ચામડી ઉપર તરફ આવી ગઈ છે?

એક દિવસ મારી પત્ની પાણી ભરતી હતી
ત્યારે તેના હાથમાંથી ઘડો સરકી ગયો તેની કોર યોનિમાં વાગી છે. ? ત્યારે તો તે બેભાન થઈ ગઈ હતી. .
ઘણી વાર દુખાવો થાય છે.
શું કરવું ?મારી પત્નીના યોનિ ની ચામડી ઉપર તરફ આવી ગઈ છે? કલર પણ બદલાઈ ગયો છે. ? કોઈ સમસ્યા તો નહીં થાય ને. ?

lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે તમારા પત્નીને ઈજા થવાના કારણે યોનિમાં આકાર બદલાવવાનો અને કલર બદલાવવાનો પ્રશ્ન ઉભો થયો છે તેમજ આપના કહેવા પ્રમાણે યોનિની ચામડી ઉપર તરફ આવી ગઈ છે.

પહેલી વાત તો એ છે કે કોઈપણ જગ્યાએ ઇજા થાય ત્યારે તે જગ્યા ઉપર સોજો આવવો અથવા તો તે ભાગની ચામડી ના આકાર કલરમાં બદલ આવે તે સ્વાભાવિક છે.

ખાસ કરીને ગુપ્ત અવયવો માં જ્યારે બીજા થાય છે ત્યારે તેમાં રૂઝ આવવી એ અઘરી હોય છે વળી તે ભાગ વધારે કોમલ હોવાના કારણે તેનો કલર પણ તરત જ બદલાઈ જાય છે અને આકાર પણ તરત જ બદલાઈ જાય છે.

આવા સમયે જો તે ભાગમાં દુખાવો થતો હોય બળતરા થતી હોય કે લોહી નીકળતું હોય આવી કંઇ પણ સમસ્યા હોય તો ચિંતા કરવાનું કોઇ કારણ બને છે નહીતો તે આકાર અને કલર અને હાલ પૂરતા સ્વીકારી લો અને ત્યારબાદ ધીમેધીમે જાતે જ થોડા ઘણા અંશે તે કલર અને આકાર માં આપો આપ બદલાવ આવશે.

સામાન્ય રીતે આવા સૌંદર્યલક્ષી બાબતોમાં અને ખાસ કરીને ઇજા થવાના કેસમાં પ્લાસ્ટિક સર્જરી તે સારામાં સારો ઉપાય હોય છે.

આપના ખર્ચ કરવાની કેપેસિટી અને આવશ્યકતાઓને ધ્યાનમાં લઈને આપ સારા પ્લાસ્ટિક સર્જન ને પણ મળી શકો છો અથવા તો રાહ જોઈ શકો છો.

આ સિવાય જો બળતરા, દુખાવો કે ઘા હોય તો નજીકમાં સારા આયુર્વેદ સેન્ટર ઉપર અથવા તો સર્જન ડોક્ટર પાસે જઈને તેનું ડ્રેસિંગ કરવું જોઈએ. અને દુખાવો હોય તો થોડા સમય માટે દુખાવા માટે ની દવા લઈને દુખાવાનો ઈલાજ કરવો જોઈએ.

આપ નીચેની દવા પણ લઈ શકો છો
1. ત્રિફળા ગુગળ બે ગોળી બે વાર
2. કાચનાર ગુગળ બે ગોળી બે વાર
3. યષ્ટિમધુ ઘન વટી બે ગોળી બે વાર.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top