Skip to content

ચરમસીમાએ નથી પહોચતી

મારી પત્નીને ની સમાગમ સમયે ચરમસીમાની અનુભૂતિ થતી નથી. અમે સમાગમ પૂર્વ નો સમય પણ સાથે વિતાવીએ છીએ છતાં પરાકાષ્ઠા નો અનુભવ થતો નથી. અને સમાગમ પછી યોની ની સહેજ ઉપર હાથ થી હલાવવાનુ કહે છે. અને ત્યા વધુ મજા આવે છે એવું કહે છે. શું આ નોર્મલ છે? મારા શિશ્ન ની લંબાઈ પાંચ ઈંચ છે. શું આવુ બધી સ્ત્રીઓને થાતું હોય છે?

lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને એવું જણાય છે કે આપની પત્નીને ચરમસીમાની અનુભૂતિ થતી નથી.

માટે આ સમાગમ પૂર્વે પણ ફોર પ્લેનો સમય પૂર્ણપણે વિતાવો છો અને જે પ્રમાણે આપનો પ્રતિભાવ છે તે ઉપરથી એવું લાગે છે કે તે પ્રત્યેક સમયે આપની પત્ની આપને પૂર્ણ સાથ આપે છે. આવા સમયે આપની અપેક્ષા એવી હોય છે કે આપના સ્ખલનની સાથે પત્નીને પણ પરાકાષ્ઠાનો અનુભવ થવો જોઈએ.

સ્ત્રી અને પુરુષ બંનેના શરીર અને જાતીય ઉત્તેજના ના પોઇન્ટ અને તેમની પસંદગી અલગ અલગ હોય છે અને તેથી ઘણીવાર એક સરખી પદ્ધતિથી પણ સમાગમ કરવાથી તે ઉત્તેજનાનો અનુભવ થવો જરૂરી હોતો નથી.

પતિ દ્વારા પત્નીને આનંદ આપવા માટે કરવામાં આવતા વિવિધ પ્રયત્નોમાં માત્ર ફોરપ્લે એક જ એવો પ્રયત્ન છે તેવું જરૂરી નથી, પણ સાથે સાથે સમાગમ દરમિયાન સ્ત્રી શરીરના અલગ અલગ અવયવો સાથે છેડછાડ અથવા તો સ્પર્શ એ પણ તેને કામ ઉત્તેજનામાં વધારો કરીને પરાકાષ્ઠા સુધી પહોંચાડવા માટે મદદરૂપ બને છે.

પુરુષમાં જેમ શિશ્ન છે, તેમ સ્ત્રીસ્ત્રી શરીરમાં પણ એક ભગ શિશ્નીકા યોની ના ઉપરના ભાગમાં નાનકડા ઠળિયા કડક જગ્યા છે.

આ જગ્યા આપો ને અંગ્રેજી ક્લિટોરિસ પણ કહે છે. આ જગ્યા ઉપર નાડી તંત્ર ના સંવેદન તંતુઓ ગુંચળા સ્વરૂપે એકઠા થયેલા હોય છે. જ્યાં સ્પર્શ કરવાથી સ્ત્રી સૌથી વધારે ઉત્તેજના અનુભવે છે. તેથી મોટાભાગે આ જગ્યાને ફોર પ્લે દ્વારા સ્પર્શ કરવાથી અને તે જગ્યાને ફોરપ્લે દરમિયાન ચુંબન કરવાથી કે જીભ વગાડવાથી પણ સ્ત્રી ખુબ જ ઉત્તેજના અનુભવે છે.

તેથી જ્યારે પણ સમાગમ દરમિયાન સ્ત્રી ઉત્તેજના અનુભવ ઓછો કરે તે વખતે જો હાથ દ્વારા તે જગ્યાને સ્પર્શ કરવામાં આવે તો સ્ત્રીને ઉત્તેજના શરૂ થાય છે અને સાથે-સાથે સમાગમનો આનંદ પણ વધી જાય છે, જે તેને પરાકાષ્ઠાની અનુભૂતિ કરવા માટે મદદરૂપ બને છે.

જાતીય રીતે સક્રિય સ્ત્રીઓમાં ૯૦ થી ૯૫ ટકા સ્ત્રીઓને ક્લીટોરીસ પર સ્પર્શ એ ઉત્તેજના અપાવવા માટે બહુ સામાન્ય વાત છે. અને તેથી તમારા પત્ની જો તે સ્થાને સમાગમ દરમિયાન હાથથી સ્પર્શ કરવાનું કહે તો બિલકુલ ખોટું નથી ઊલટાનું તે તમારા સમાગમને વધારે આનંદદાયક બનાવશે અને સાથે સાથે પત્નિ નો આનંદ પણ આપને વધારે આનંદિત બનાવશે.

બીજી વાત એ છે કે, આપના ઇન્દ્રિયની લંબાઇ ચારથી પાંચ ઇંચ છે તો તે એકદમ નોર્મલ છે. કોઈ પણ સ્ત્રીને જાતિય આનંદ માટે માત્ર બે ઈંચ ની લંબાઈ પણ પૂરતી થઈ શકે છે.

સુખી લગ્નજીવનની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ.

આપના અનુભવો આપ શેર કરીને બીજા કપલને પણ મદદરૂપ થઇ શકો છો.આપ તમારા પર્સનલ ઇ મેઇલ પર આપના અનુભવ શેર કરશો જેથી કરીને તેની ગુપ્તતા જળવાઈ રહે.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top