નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
સામાન્ય રીતે જો ડિલિવરી નોર્મલ થઈ હોય તો અને સ્વાસ્થ્ય સારું હોય તો ત્રણથી ચાર મહિના શરીરના અવયવોને ફરીથી ગોઠવાતા લાગતા હોય છે.
પ્રેગ્નન્સી દરમિયાન અને ડિલિવરી દરમિયાન સ્ત્રીના શરીરમાં ગર્ભાશય અને પ્રજનન અવયવોમાં ખૂબ જ મોટો બદલ આવતો હોય છે. તેની માસપેશીઓના સ્નાયુઓ ખેંચાઈને ધીરે ધીરે પોતાની મૂળ અવસ્થા તરફ આવતા હોય છે.
ઉપરાંત, શરીરના તે ભાગના બધા સ્નાયુઓ અને માંસપેશીઓને ખૂબ જ થાકી ગયા હોય છે. આવા સંજોગોમાં જો સામાન્ય સ્થિતિ હોય તો ત્રણથી ચાર મહિના પછી સમાગમ કરવો જોઈએ.
અન્યથા જો અન્ય કોઇ તકલીફો કે સિઝેરિયન કરેલું હોય તો તેવા સંજોગોમાં છ થી આઠ મહિનાનો સમયગાળો જવા દેવો એ આવશ્યક છે.
આ બધી બાબતો પ્રત્યેક વ્યક્તિની પોતાની શારીરિક ક્ષમતા ઉપર આધારિત છે.
બસ વાત એ છે કે જ્યારે પણ તમે સમાગમ કરો છું ત્યારે ચોક્કસથી નિરોધ વાપરશો. નહી તો આવા સમયે ક્યારેય પ્રેગ્નન્સી રહી જાય તે ખબર પડતી નથી અને તે જોખમ ન લેવું જોઈએ.
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps