Skip to content

કોઈ સ્ત્રીએ કોઈ પુરુષ સાથે સમાગમ કર્યુ છે તે શા પરથી જાણી શકાય?

નમસ્તે સર
કોઈ સ્ત્રીએ કોઈ પુરુષ સાથે સમાગમ કર્યુ છે તે શા પરથી જાણી શકાય?

admin Answered question

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપનો પ્રશ્ન એ જરા અટપટો તો છે જ અને તેનો જવાબ પણ એટલો સરળ નથી.

1. સ્ત્રી-પુરુષના લગ્ન પછી પતિ-પત્નીના સંબંધમાં વિશ્વાસ એ બહુ જ મોટી બાબત છે.
લગ્ન બાદ પતિ-પત્ની બંને ના નવા જીવનની શરૂઆત થાય છે અને આવા સમયે ભૂતકાળને ભૂલી જઈને નવેસરથી જીવન જીવવાની શરૂઆત એ જ ડહાપણની વાત છે.

2. જ્યારે કોઈ પુરુષ ને પોતાની પત્ની માટે એવી શંકા બેસે અને તે જુઓ તપાસ કરવાનો પ્રયત્ન કરે કે મારી પત્ની એ અગાઉ કોઈની સાથે સમાગમ કર્યો છે કે નહીં તો તેની સાથે સાથે એ પણ જોવું જોઈએ કે જો આ જ વાત તેમની પત્ની એવી શંકા ઊભી કરે કે તેના પતિએ પણ કોઈની સાથે સમાગમ કર્યો હશે કે નહીં

3. સામાન્ય રીતે સ્ત્રી શરીરમાં યોની ના આગળના ભાગમાં પાતળી ચામડી નું એક નાનો પડદો હોય છે. જેને કુમારિકા પટલના નામથી પણ ઓળખવામાં આવે છે. પ્રથમ વખત સમાગમ વખતે આ પડદો તૂટી ને લોહી નીકળતું હોય છે

4. આના કારણે સામાન્ય સમજ એવી છે કે જો આ પડદો અગાઉથી તૂટેલો હોય તો તે સ્ત્રીએ અગાઉ કોઈ પુરુષ સાથે સમાગમ કરેલો છે, પણ આ સમજણ બિલકુલ જ ખોટી છે.
કારણ કે આ પડદો ખૂબ જ પાતળો હોય છે અને તેના કારણે સાયકલિંગ કરવાથી રમતગમતથી કે ક્યારેક પડી જવાથી પણ આ પડદો તૂટી શકે છે. કોઈપણ પ્રકારના જાતીય સંબંધ બાંધ્યા વગર પણ આ પડદો તૂટેલો હોઈ શકે છે અને તેના કારણે તેના માટે સ્ત્રી માટે કોઈપણ પ્રકારની ગેરસમજણ ઉભી કરવી તે ભૂલ ભરેલી વાત છે.

5. પુરુષમાં કોઈપણ પ્રકારની આવી વ્યવસ્થા નથી કે, જેના કારણે સ્ત્રી એ જાણી શકે કે પુરુષ કુંવારો છે કે કોઇની સાથે સંબંધ બાંધ્યો છે? અને આટલા માટે જ કોઈપણ સ્ત્રી માટે કોઈપણ પ્રકારની શંકાઓ ઉભી કરવી અથવા તો તેની તપાસ કરવી તે યોગ્ય નથી.

6. યુવાવસ્થામાં ક્યારેક કરેલી ભૂલ તે લગ્ન પછી સ્ત્રી ભૂલી જતી હોય છે અને એકબીજા સાથેનો સહજ પ્રેમ ભર્યો વિશ્વાસનો સંબંધ જ લગ્નજીવનને સુખી કરી શકે છે.

7. તેથી, જો આપના લગ્ન થઈ ગયા હોય તો આપની પત્ની માટે આ પ્રકારનો કોઈપણ અવિશ્વાસ ઉભો કર્યા વગર કે તેના ભૂતકાળને યાદ કરાવ્યા વગર સુંદર મજાનું લગ્નજીવન એ વિશ્વાસનું પ્રતીક બને તેવો પ્રયત્ન કરવો જોઈએ.

સુખી લગ્નજીવનની આપને ખૂબ ખૂબ શુભકામનાઓ.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top