Skip to content

મારી ઊંમર ૪૨ વર્ષ ની છે મારી વ્રુષણ કોથળી માં એક પીંડ મોટું અને એક પીંડ નાનું છે ઉપચાર બતાવો

નમસ્તે સર
મારી ઊંમર ૪૨ વર્ષ ની છે મારી વ્રુષણ કોથળી માં એક પીંડ મોટું અને એક પીંડ નાનું છે ઉપચાર બતાવો

lifecareayurveda Changed status to publish

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે આપને એમ લાગે છે કે આપની વૃષણ કોથણીમાં એક પિંડ મોટુ છે ને એક પિંડ નાનુ છે. પ્રશ્ન અહીં એક જ છે કે આ સમસ્યા પાછળથી ઉભી થઈ છે અથવા તો હમણા જ તમારા ધ્યાનમાં આવી છે કે પહેલાથી છે? કેમ કે સામાન્ય રીતે પ્રત્યેક પુરુષમાં વૃષણ ની સાઈઝ એક નાની અને એક મોટી હોય છે.
આ જો સામાન્ય જ હોય ને સાથે દુ:ખાવો, સોજો પાણી ભરાવું જેવાં કોઈ લક્ષણો ન હોય અને આપને જાતિય સમાગમમાં પણ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડતી હોય તો આ કોઈ રોગ નથી. અને તેની સારવાર કરવાની પણ કોઈ આવશ્યકતા નથી, પણ આપને આ પ્રકારની કોઈપણ તકલીફ થતી હોય તો તે ચોક્કસથી આપ લખીને મોકલશો અથવા તો એકવાર રુબરુ આવીને બતાવી દેશો. ચોક્કસ પણે તેની આયુર્વેદ સારવાર થઈ શકશે.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top