નમસ્તે સાહેબ
મારી ઊંમર ૨૨ વર્ષની છે. મારા મેરેજ નથી થયા. પરંતુ મને જાતિય સમસ્યા છે.મને લીંગમાંથી વીર્ય નથી આવતુ તો મારે શુ કરવું ?
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપની ઊંમર ૨૨ વર્ષની છે. અને હજુ લગ્ન થયા નથી અને આપને એવું લાગે છે કે જ્યારે પણ તમે હસ્તમૈથુન કરો છો ત્યારે તમારા ઈન્દ્રિયમાંથી વીર્ય આવતું નથી આમ જોઈએ તો આપના લગ્ન નથી થયા તેથી તમે જાતિય સંબંધ બાંધેલો નથી અને તેથી આપને જે સમસ્યા લાગે છે તે ખરેખર હકીકત તે ન પણ હોય કેમ કે જ્યાં સુધી લગ્નજીવન શરૂ થતું નથી ત્યાં સુધી તમને આ ચોક્ક્સ પ્રકારથી સમસ્યા છે કે નહીં તેનો અંદાજ આવતો નથી.
સામાન્ય રીતે આ પ્રકારની સમસ્યામાં જ્યારે પણ જાતીય ઉત્તેજના થયા પછી તેનું સ્ખલન ન થાય ત્યાં સુધી આપણને ખબર પડતી નથી તેથી બની શકે કે આપને જાતિય સંતોષ પૂર્ણ ન થવાથી સ્ખલન થતું નથી. અને સ્ખલન ન થવાના કારણે વીર્ય આવતું ન હોય તેવું તમને લાગે છે ખાસ તો મને એ જાણવું છે કે જો આપને સ્વપ્નદોષ થતો હોય એટલે કે રાત્રે પણ ઉંઘમાં જો વીર્ય સ્ત્રાવ થતો હોય તો આપને આ વીર્ય સમસ્યા ન હોઈ શકે. અને તેમ છતાં પણ જો વધારે પડતું હસ્તમૈથુન ની આદત હોય તો પણ આવી સમસ્યાઓ હોઈ શકે હકીકતમાં આ કોઈ રોગ નથી. તેથી આના માટે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. આ સમસ્યાનું સમાધાન જ્યારે પણ આપણા લગ્ન થશે.ત્યારે ચોક્કસથી જ્યારે જાતિય સંબંધ થવાના કારણે પૂર્ણ થશે.
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps