Skip to content

About circumcision – સર્કમસિઝન (સુન્નત કરાવવા) બાબતે દ્વિધા..

I am suffering from Banalities last four year and i am 36 year, I have checked doctor and give medicine and it will be relief,
Now doctor say to cut foreskin, is it done? And I am worried about sensibility of penis. I have heard after circumcision penis have less sensible, is it right? And are there any problems after circumcision
Please guide me as early as.
નમસ્તે સાહેબ મને ફાયમોસિસ – બેનેલાઇટીસની છેલ્લા ચાર વર્ષથી તકલીફ છે, મારી ઉંમર ૩૬ વર્ષ છે. ડોક્ટરે તપાસ કરીને મને દવા આપી હતી અને કહ્યું હતું કે મટી જશે. પણ હવે તે મટ્યું નથી અને હવે ડોક્ટરનું કહેવું છે કે તમારા શિશ્નની ઉપરની ચામડી (ફોરસ્કીન) કાપવી પડશે. મતલબ કે સુન્નતનું ઓપરેશન કરાવવું પડશે. તો આ બરાબર છે? મને મારા શિશ્નની વધારે પડતી સેન્સીટીવીટી બાબતે ટેન્શન છે. મેં એવું સાંભળ્યું છે કે સુન્નત કરાવેલ લિંગ વધારે સેન્સીટીવ નથી હોતું, આ સાચું છે? શું સુન્નત કરાવ્યા પછી કંઈ તકલીફ થતી હોય છે?
મને ત્વરિત ઉત્તર આપવા વિનંતી

admin Answered question

નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.

આપની સમસ્યા પ્રમાણે આપને ફાઈમોસીસ અથવા બેનેલાઈટીસ છે. અને તેમાં ડૉકટર ની તપાસ બાદ ડૉકટર આપને શિશ્ન ઉપરની ચામડી એટલે ફોર સ્કીન કાપવી પડશે એટલે કે સુન્ન્તનું ઓપરેશન કરાવવું પડશે એવી સલાહ આપી છે.

તો આવા સંજોગોમાં સો ટકા તમારે ઓપરેશન કરાવવું જ જોઈએ. એક વખત ઓપરેશન થયા પછી જ્યારે ચામડી નીકળી જાય ત્યારે જે તે સેન્સેટીવ વાળી બાબતો જે છે તે થોડો સમય રહે અને ધીરે ધીરે રીતે તે જાતે જ ઓછી થઈ જાય છે.

તેથી કોઈ પણ પ્રકારનું ટેન્શન રાખ્યા વગર ઓપરેશન કરાવવું જોઈએ. તે છતાં કંઈ પણ તકલીફ હોય તો તમે ગમે ત્યારે સંપર્ક કરી શકો. પણ આપના યોગ્ય અને આનંદપૂર્ણ જાતીય લગ્નજીવન માટે ઓપરેશન આવશ્યક છે.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top