aap batavso-ke- koi-pan-purush- saras- rite-stree- khus-thai-tevu-sambhog-kevi-reti-kare-aaryuvedic-ilaj- bata-vo
નમસ્તે સાહેબ.
આપ બતાવશો કે કોઈ પણ પુરૂષ સરસ રીતે સ્ત્રીને ખુશ થાય તેમ સંભોગ કેવી રીતે કરી શકે? આયુર્વેદિક ઇલાજ બતાવશો. અમારા હમણાં જ લગ્ન થયા છે અને હજુ વધારે આનંદ લેવો છે. મારી પત્નિ ને મારાથી સંતોષ નથી. તો તેનો યોગ્ય ઉપાય બતાવશો.
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપના હમણાં જ લગ્ન થયા છે અને આપને એવું લાગે છે કે આપના દ્વારા આપના પત્નિને પૂર્ણ સંતોષ મળતો નથી.
આ માટે;
૧. આપની સેક્સ માટેની તાકાત વધારીને ઉત્તેજના સમય વધારી ને તમે લાંબો સમય સેક્સ માણીને તમારા પત્નિને વધારે સંતોષ આપી શકો છો.
૨. સામાન્ય રીતે આપણી એવી માન્યતા છે કે વધારે લાંબો સમય સેક્સ માણીએ તો વધારે સંતોષ થાય; પણ ખરેખર એવું નથી હોતું. જાતીય આનંદમાં મુખ્યત્વે એકબીજાની હૂંફ, સાથ, પ્રેમ, સ્પર્શ, ચુંબન આ બધું મળીને એક સુખદ અનુભવ થાય છે. અને તેથી સેક્સ માણતાં પહેલાથી પૂર્વક્રિયા એટલે કે ફોરપ્લે વધારે સારી રીતે અને દર વખતે કંઇક નાવિન્ય સાથે રાખો તો વધારે સંતોષપ્રદ સેક્સ માણી શકાશે.
૩. સેક્સ માણતી વખતે યોનિપ્રવેશ માટે ઉતાવળ ન કરતાં એક વાર સ્ત્રી પાત્રમાં ઉત્તેજના આવવા લાગે પછીને જો તમે યોનિપ્રવેશ કરાવશો તો તમારા પત્નિને તરતજ સંતોષ અને આનંદ મળશે.
૪. આ સિવાય અગણિત ઉપાયો છે જે કામક્રિડા વખતે આપ અનુભવ કરી શકો છો.
________________________________________
આ માટે અમારે ત્યાં એક કોર્સ પણ ચાલે છે જેની લિન્ક પર જઇને વધારે માહિતી મેળવી શકો છો. અને એ કોર્સ દ્વારા જાતિય જીવનનો એક અદ્ભૂત આનંદ મેળવી શકો છો.
http://lifecareayurveda.com/gujarati/index.php?option=com_content&view=article&id=3&Itemid=115
ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps