Skip to content

સેક્સ સમસ્યા – પેનિસ સમસ્યા

8.95K viewsજાતિય મૂંઝવણસેક્સ સમસ્યાadult sex problem Ayurveda ayurveda doctor ayurveda in india ayurveda medicines ayurveda qa ayurveda sex consulting couple sex problem online ayurveda free consulting sex education sexologist sexual health woman sexual health અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય સમસ્યા આસન ઉત્તર બસ્તિ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ કામસૂત્ર જાતિય આનંદ જાતિય સમસ્યા જાનુબસ્તિ કર્મ દામ્પત્યજીવન નસ્ય કર્મ પંચકર્મ પરિણિત યુગલ પ્રાણાયામ ફોરપ્લે બસ્તિકર્મ યોગાસન લાઇફકેર આયુર્વેદ લિંગને ઇજા વમન કર્મ વાત્સ્યાયન વિરેચન કર્મ વિશિષ્ટ આસન વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ સમાગમ સમાગમ સમસ્યા સેક્સ સમસ્યા સેક્સોલોજીસ્ટ

અમારા લગ્નને ૮ વર્ષ થયાં અને અમારું જાતિય જીવન ખૂબ સંતોષકારક છે અને અમે જાતિય જીવનમાં બન્ને પક્ષે ભરપૂર આનંદ મેળવીએ છીએ. ત્રણ મહિના પહેલા એક વિશિષ્ટ આસનમાં સમાગમ કરવાનો પ્રયત્ન કરતા હતાં પણ તે બરાબર સેટ ન થતાં મારાં પત્નિનું શરીર પાછળની તરફ નમી જવાથી મારા લિંગ ને ઇજા થઇ હતી. લોહી પણ નિકળ્યું હતું. જો કે તે પછી ડોક્ટરની સારવારથી તેમાં સારું થઇ ગયો હતો અને તેપછી ત્રણ મહિને સમાગમ કર્યો તો તકલીફ થઇ નથી પણ હજું મને મનમાં ડર પેસી ગયો છે કે ફરીથી આવું તો નહીં ન થાય ને?

– એક પરિણીત પુરુષ ( અમદાવાદ)

આ વિષય પર વિગતવાર વાંચો

lifecareayurveda Changed status to publish

વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપના ૮ વર્ષના લગ્નજીવનમાં આપનું જાતિય જીવન ઉભય પક્ષે સંતોષકારક છે તે આનંદની વાત છે અને આવાં સંજોગો જ પતિ-પત્નિને વધારે નજીક રાખવામાં મદદરૂપ થાય છે. વળી, તમારાં જાતિય જીવનની વિશેષતા એ પણ આપની સમસ્ય પરથી લાગે છે કે આપ તેને એકધારું ન રાખતાં તેમાં વૈવિધ્ય લાવવાનો પ્રયત્ન કરતાં રહો છો અને તેના ભાગરૂપે આપને સમસ્યા ઉભી થઇ હતી.

કામસૂત્રના પ્રણેતા મહર્ષિ વાત્સ્યાયનનો પણ આ જ ઉદ્દેશ છે કે મનુષ્ય જીવનમાં સ્ત્રી-પુરુષ એ જાતિય આવેગો ન દબાવવાને બદલે તેમાં વૈવિધ્ય લાવીને એક સુખાકારી અને આનંદમય જીવન જીવે અને વધુને વધુ કાર્યક્ષમ બને.

આપ પણ આ જ પ્રકારે અલગ અલગ આસન દ્વારા જાતિયજીવનને વધુ રંગીન બનાવવાનો પ્રયત્ન કરતા હશો એવું મારું અનુમાન છે. પરંતુ આ ઉપરાંત એ વાતનું પણ જ્ઞાન હોવું એટલું જ આવશ્યક છે કે દરેક સ્ત્રી પુરુષના જેમ બાહ્ય શરીરનો દેખાવ અને પ્રકાર જેમ અલગ અલગ હોય છે તેમ સ્ત્રી – પુરુષના જાતિય અવયવોના માપ અને આકાર પણ દરેકના અલગ – અલગ હોવાણે કારણે એક યુગલને માફક આવનાર આસન બીજા માટે દુઃખકારક પણ નિવડી શકે છે અને તેથી જ તો દરેક આસનનો ઉપયોગ પ્રથમ વખત કરતી વખતે ખૂબ જ સાવધાની થી પહેલા ચકાસણી કરી લેવી અને જો બન્ને ને અનુકૂળ આવે તો જ તેનો આગળ પ્રયોગ કરવો. આજે જેમ આપના લિંગને ઇજા થઇ છે તેમ સાવધાની ન રાખવાને કારણે ઘણી વખત યોનિના અંદરના ભાગમાં પણ ઇજા થવાની સંભાવના રહે છે. જેનો આપે હંમેશા ખ્યાલ રાખવો જોઇએ.

હવે, આપની સમસ્યા સંપૂર્ણ નાબૂદ થઇ ગઇ છે તો પછી તેમાં વધારે કંઇ વિચાર ન કરતા આપ નિત્ય અને માફક સરના આસનો દ્વારા જ સેક્સનો આનંદ માણો તે હિતાવહ છે. સેક્સમાં વૈવિધ્ય માટે આસન પર આધાર ન રાખતાં આપ ફોરપ્લેમાં વૈવિધ્ય ઉમેરીને વધારે આનંદ મેળવી શકશો…

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

DN

ડૉ. નિકુલ પટેલ (B.A.M.S.)

Ayurveda Sexologist / Sexual Health Consultant
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps
Sexology Websites: Sexologist | Kamsutra
Social Media: Instagram • Facebook
Telegram: Sexology
Arattai: Sexologist

અગત્યની નોંધ: આ લેખમાં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુ માટે છે, અને તે કોઈ પણ રોગના નિદાન કે તબીબી સારવારનો વિકલ્પ નથી. કૃપા કરીને કોઈ પણ સારવાર શરૂ કરતાં પહેલાં નિષ્ણાત આયુર્વેદિક વૈદ્યની સલાહ અવશ્ય લો.
lifecareayurveda Changed status to publish
Back to top