Skip to content

ગર્ભધારણ માટે કયા દિવસોમાં સમાગમ કરવો?

હું ૨૬ વર્ષની પરણેલી અને નોકરી કરતી યુવતી છું. મારા લગ્નને ત્રણ વર્ષ થયાં છે. મારા પતિ છેલ્લા બે વર્ષથી બીજા જિલ્લામાં નોકરી કરે છે અને સામાન્ય રીતે મહિને એકાદ વખત જ ઘરે આવે છે. લગ્નના પ્રથમ વર્ષે મને ગર્ભપાત માટે ક્યુરેટીંગ કરાવવું પડ્યું હતું. હવે અમારે બાળક જોઈએ છે, પરંતુ ગર્ભ રહેતો નથી.
મારું માસિક સામાન્ય રીતે નિયમિત છે અને તેની તારીખ મહિનાની ૧લી હોય છે; ક્યારેક માત્ર એકાદ દિવસ આગળ-પાછળ થાય છે. લોકો કહે છે કે માસિકની વચ્ચેના દિવસોમાં સમાગમ કરવાથી ગર્ભ રહેવાની શક્યતા વધારે હોય છે. તો આ દિવસો કયા હોય છે અને કેટલા દિવસ સુધી સમાગમ કરવો જોઈએ?
મારા પતિ બહારગામ રહેતા હોવાથી તેમને બે-ચાર દિવસની જ રજા મળે છે. તો ગર્ભ રહેવાની શક્યતા વધારવા માટે તેમને કયા દિવસોમાં ઘરે બોલાવવા જોઈએ?
અમારી બીજી ચિંતા એ છે કે સમાગમ પછી વીર્યનો થોડો ભાગ બહાર નીકળી જાય છે. તો શું તેના કારણે ગર્ભ રહેતો નથી? વીર્ય બહાર ન નીકળે તે માટે શું કરવું?
શું આયુર્વેદિક દવા, પંચકર્મ અથવા ઉત્તરબસ્તિ જેવી સારવાર પણ આ પરિસ્થિતિમાં ઉપયોગી થઈ શકે?
મહેરબાની કરીને ગર્ભધારણ માટે યોગ્ય અને વ્યવહારુ માર્ગદર્શન આપશો

lifecareayurveda Changed status to publish

0 Answers

Back to top