મારા જમણા કાનમાં પાંચ વર્ષથી બહેરાશ છે. હવે ડાબા કાનમાં પણ શરૂ થવા માંડી છે. બેઉ કાનમાં સતત જાતજાતના અવાજ આવે છે.
મારા જમણા કાનમાં 2006 થી બહેરાશ છે. હવે ડાબા કાનમાં પણ શરૂ થવા માંડી છે. બેઉ કાનમાં સતત જાતજાતના અવાજ આવે છે.
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને બંને કાનમાં સતત જાત જાતના અવાજ આવે છે.
આમ જોઈએ તો આપને આ તકલીફ છેલ્લા પાંચ વર્ષથી છે.
શક્ય છે કે આના માટે આપે જાતજાતની ઘણી બધી દવાઓ કરાવી હશે અને ડોક્ટરે આપને ક્યારેય ઓપરેશન માટે પણ સલાહ આપી હશે.
ખાસ કરીને કાનની સારવાર ની અંદર આયુર્વેદિક દવાઓ ખૂબ અસરકારક રીતે કામ કરતી હોય છે.
પણ આપણને ધીરજ ન હોવાના કારણે એકધારી સતત લાંબો સમય સુધી દવા લેવાનો કંટાળો આવે છે. અને એટલે જ કાનના રોગોમાં આપણને સફળતા મળતી નથી.
સામાન્ય રીતે કાનમાં બહેરાશ આવી અને કાનમાં સતત જાત જાતના અવાજ આવા આ પ્રકારના રોગો ની અંદર કાનની નસોની નબળાઈ એટલે કે કર્ણેન્દ્રિય ની નબળાઈ આ મહત્વનો ભાગ છે.
આપની નજીકમાં જો કોઈ સારા આયુર્વેદિક ડોક્ટર હોય તો આપ ત્યાં બતાવીને ચોક્કસ નિયમિત રીતે લાંબા સમય સુધી દવા લઈ શકો છો.
આપ નીચેની દવાઓ શરૂ કરી શકો છો
1. સારીવાદી વટી બે ગોળી બે વાર
2. બાલ બિલ્વાદી તેલ પાંચ ટીપા બંને કાનમાં બે વાર
3. ત્રિફળા ગૂગળ એક ગોળી દિવસમાં બે વાર
રાત્રે ઉજાગરા ન કરવા.
દહીં સદંતર બંધ કરવું.
ફ્રીજમાં મૂકેલી વસ્તુઓ ન ખાવી.
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. શિરોધારા કર્મ
૪. કર્ણપૂરણ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps