મારા પત્નિ ને કોથલી નુ ઓપરેશન કરાવ્યા પછી છાતી અને પીઠ ના ભાગ મા અને પેટ ભાગ માં સતત ખુચાવો રહે છે.
ડો. નુ કહેવુ છે કે ૩ મહિના રહેશે. ગેસ ની તક્લીફ કહે છે. કોઇ ઇલાજ હોય તો બતાવશો.
આ વિષય પર વિગતવાર વાંચો
નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપના પત્નીને જે તકલીફ છે તે પ્રમાણે અને આપ જે પ્રમાણે કહો છો તે પ્રમાણે ગેસની તકલીફ ના કારણે થઈને તેમને પેટમાં દુખાવો રહે છે અને સાથે-સાથે છાતી અને પીઠના ભાગમાં પણ દુખાવો રહે છે.
વળી તેમનું ગર્ભાશયનું ઓપરેશન કરાવેલું છે. ઘણી વખતે ઓપરેશન પછી તેની શારીરિક અને માનસિક અસરને લઈને પણ આવી રીતના નબળાઈ આવવાના કારણે દુખાવો થવો એ સહજ અને સામાન્ય છે.
થોડો આરામ થવાથી આપોઆપ તે સારું થઈ જશે.
અત્યારે આરામ માં હોય તેના કારણે પરિશ્રમ કે ચાલવાનું ન થવાને કારણે પાચન પણ ઓછું થઇ જાય અને જેથી કરીને ગેસ બનવાની પ્રક્રિયા એ સતત ચાલુ રહેવાથી આવી તકલીફો થઇ શકે છે.
1. ચિત્રકાદી વટી બે ગોળી બે વાર જમ્યા પછી લો
2. યોગરાજ ગૂગળ બે ગોળી બે વાર
3. દશમૂલારિષ્ટ ૧૦ એમ.એલ સવાર-સાંજ જમ્યા પછી
4. મહાનારાયણ તેલનું જે ભાગમાં એટલે કે પીઠના અને છાતીના ભાગમાં દુખાવો થાય છે સવારે સાંજે હળવા હાથે માલિશ કરવું.
કઠોળ અને વાયુ થાય તેવા ખોરાક બંધ કરવા
ચણાના લોટની વસ્તુઓ ન લેવી
વાસી ખોરાક ન લેવો
આથેલી વસ્તુઓ આથો લાવીને બનેલી હોય તે વસ્તુ ન ખાવી
ઉજાગરા ન કરવા
બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો. વધારે તીંખુ, ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.
આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
૩. શિરોધારા કર્મ
આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.
યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ
વૈદ્ય નિકુલ પટેલ (બી.એ.એમ.એસ.)
307, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ – 380008
સમય: સવારે 10:00 થી 1:00 અને બપોરે 3:00 થી 6:30 | શનિ–રવિ: બંધ
📍 ક્લિનિકનું Location — Google Maps