Skip to content

શિશ્નની ચામડી ઉપર ચડતી નથી

412 viewsપુરુષ સેક્સ સમસ્યાAyurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda in india ayurveda medicine ayurveda medicines ayurveda qa ayurveda tips dr ayurveda Dr. Nikul Patel online ayurveda free consulting અથર્વ આયુર્વેદ ક્લિનિક આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આરોગ્ય આરોગ્ય સમસ્યા ઉત્તર બસ્તિ ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કટિબસ્તિ કામ સમસ્યા જાતિય સમસ્યા જાનુબસ્તિ કર્મ દામ્પત્યજીવન નસ્ય કર્મ પંચકર્મ પ્રાણાયામ ફાયમોસિસ બસ્તિકર્મ યોગાસન લગ્નજીવન લાઇફકેર આયુર્વેદ લિંગની ચામડી વમન કર્મ વિરેચન કર્મ વૈદ્ય નિકુલ પટેલ શિરોધારા કર્મ શિશ્નની ચામડી સમાગમ સમસ્યા સેક્સ પ્રોબ્લેમ સેક્સોલોજીસ્ટ હસ્તમૈથુન

Share with:


મને રોજ હસ્તમૈથુન કરવાની ટેવ છે. પણ મને એવું ધ્યાનમાં આવે છે કે મારા શિશ્નની ચામડી ઉપર ચડતી નથી. હું બહુજ પ્રયત્ન કરું છું પણ તો મને ચામડી પર દુખાવો થાય છે પછી રહેવા દઉં છું. તો સમાગમ માં કોઈ તકલીફ પડશે? હજુ મારે લગ્ન થયા નથી. આના માટે કોઈ ઉપાય બતાવશો..

(એક યુવક – મહેસાણા)

Edited question

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે

આપની આ સમસ્યા એ એક રીતે જોઇએ તો સામાન્ય છે પણ જ્ઞાનના અભાવે ઘણીવાર ઘણાં યુવાનો હેરાન થતાં હોય છે અને જો ધ્યાન ન રાખે તો લગ્ન પછી જ્યારે સમાગમ કરવાનો પ્રયત્ન કરે ત્યારે અામડી ફાટી જવાના કે દુઃખાવો થવાના સંજોગો ઉભા થતાં હોય છે.

ચામડી ઉપર ન ચડવી એ એક સામાન્ય અવસ્થા હોય છે. મોટેભાગે નાનપણથી જ આ સમસ્યા હોય છે અને ડૉક્ટરો આનું ઓપરેશન નાનપણમાં જ થઇ જાય તેનો આગ્રહ રાખતાં હોય છે. ઘણાં લોકો ધાર્મિક રીતિ પ્રમાણે જેમ સુન્નત કરાવે છે તેમ આમાં પણ સુન્ન્તનું નાનું ઓપરેશન કરાવવાનું હોય છે. આ અવસ્થાને Phimosis કહેવાય છે અને આમાં શિશ્નના આગળના ભાગની ચામડીના સ્નાયુઓ સંકોચાયેલા હોવાના કારણે શિશ્નમણી બહર નિકળી શકતો નથી અને તેને કારણે ચામડી ઉપર ન ચડવાને કારણે સમાગમમાં મુશ્કેલી પડી શકે.

ઓપરેશન માત્ર ૧૦ જ મિનિટમાં પતી જાય અને તે પછી એકાદ દિવસ ઘરે આરામ કરીને આપ અભ્યાસ કે કામકાજ કરી શકો છો. આનો આ સિવાય બીજો કોઇ ઉપાય હોતો નથી તેથી તેના માટે પ્રયત્ન ન કરતાં આપ આપના ફેમિલી ડૉક્ટર અથવા સર્જન ડૉક્ટરને મળી આવશો તો તરત જ તમને બધું ગોઠવી આપશે. આ માટે શરમાવવાની સહેજ પણ જરૂર નથી અને ઘરમાં પિતાને અથવા મોટાભાઇ ને વાત કરી શકો છો.

આના માટે લગ્ન પહેલા ઓછામાં ઓછા છ મહિના પહેલા તમે ઓપરેશન કરાવી નાંખો તે વધુ હિતાવહ છે અને હસ્તમૈથુન ના કારણે આ સમસ્યા થતી નથી. પણ હસ્તમૈથુન જેટલું ઓછા પ્રમાણમાં રહી શકે તે વધુ હિતાવહ છે. ખસ કરીને ઓપરેશન બાદ અમુક સમય સુધી તો તમારે સંપૂર્ણ સંયમ રાખવો આવશ્યક છે.

રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsguj
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

Answered question
Back to top