Skip to content

આખા શરીર પર કોઈ પણ જગ્યા એ ઉપસી આવેલા લીસોટા પડી જવા અને ખંજવાળ આવવી

Share with:


મને છેલ્લા ચાર મહિના થી ચામડી નો રોગ થયેલો છે જેમાં આખા શરીર પર કોઈ પણ જગ્યાએ લીસોટા પડી જાય છે અને ઉપસી આવે છે જે 2 મિનિટ જેવું રહે છે પછી બીજી જગ્યા એ એજ પ્રકાર નું થાય છે અને રાત્રી ના સમયે વધુ થાય છે અને ખંજવાળ આખા શરીર માં ગમેં તે જગ્યાએ આવે છે.

Answered question

Share with:


નમસ્તે
વૈદ્ય નિકુલ પટેલ દ્વારા સંચાલિત લાઇફકેર આયુર્વેદમાં આપનું સ્વાગત છે.
આપની સમસ્યા પ્રમાણે આપને શીળસની તકલીફ થઇ છે અને ખાસ કરીને તમે એલર્જીની દવા લો ત્યા સુધી તેમાં ફાયદો લાગે અને પછી તેમાં તમને તકલીફ શરૂ થઇ જાય.
આપની આ તકલીફનો કાયમી ઇલાજ માટે આયુર્વેદિક દવા જ ફાયદો આપશે, તેથી આપ નજીકમાં આયુર્વેદિક ડોક્ટર પાસે પણ સારવાર કરાવી શકો છો.

નીચે પ્રમાણે ના ઔષધો આપ 1-2 મહિના ચાલુ રાખો અને ત્યારબાદ એકવાર સંપર્ક કરશો જેથી આગળનું વિચારી શકાય.

૧. હરિદ્રાખંડ ટેબલેટ બે ગોળી બે વાર જમ્યા પછી.
૨. કિશોર ગુગલ બે ગોળી બે વાર
૩. સુદર્શન ઘનવટી બે ગોળી બે વાર
૪. આરોગ્ય વર્ધિનિ વટી એક ગોળી બે વાર
૫. જ્યાં ખંજવાળ આવે ત્યાં મરિચ્યાદી તેલ લગાવવું
6. લીમડાના પાણી થી સ્નાન કરવું.
7. ઠંડો પવન શરીરને ન લાગે તે રીતે ઓઢીને કે પૂરતા ઢાંકેલા કપડા પહેરવા.

બજારનાં નાસ્તા બંધ કરવા અને તાજો અને હળવો ખોરાક લેવો.
ખારૂં અને ખાટું ન લેવું.
અથાણાં અને આથેલી વસ્તુઓ ન લેવી.

આ સિવાય આયુર્વેદની પંચકર્મની સારવાર પણ આપને લાભદાયી નિવડશે.
૧. વિરેચન કર્મ
૨. બસ્તિકર્મ
3. વમન કર્મ

આવા સમયમાં આપ નેગેટીવ વિચારોથી દૂર રહીને હંમેશા પોઝીટીવ જ વિચારવાનું રાખો.
રોજ સવારે ચાલવા જવાનું, યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરવાનું રાખશો તો ઝડપથી ફાયદો થશે.

યોગાસનઃ
૧. પશ્ચિમોતાનાશન
૨, ચક્રાસન
૩. પવન મુક્તાસન
૪. પ્રાણાયામ

નોંધ –અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..
________________________
વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Phone : +91-79-400 80844
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844
________________________________________
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
________________________________________
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayutipsguj
• Hindi Tips – https://t.me/ayutipshindi
• English Tips – https://t.me/ayutipseng
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://bit.ly/Drnikulpatel_app
________________________________________
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com

Answered question
Back to top