Skip to content

કબજિયાતની સમસ્યામાં શું શું ધ્યાન રાખવું – તેમાં કયો આહાર લેવો જોઇએ – વિગતવાર જણાવશો

15.79K viewsકબજિયાતabdominal problem Ayurveda Ayurveda Clinic Ayurveda Consulting ayurveda diet Ayurveda Doctor Ayurveda Guidance Ayurveda Health tips ayurveda medicine ayurveda medicines Ayurveda QA ayurveda tips ayurveda treatment basti karma constipation diet digestive problem dr ayurveda Dr. Nikul Patel kabajiyat kayam churna pareji pet saf nathi aavtu virechan અથર્વ આયુર્વેદ ક્લિનિક અપચો આયુર્વેદ આયુર્વેદ આહાર આયુર્વેદ કન્સલ્ટન્ટ આયુર્વેદ કિલિનીક આયુર્વેદ ખોરાક આયુર્વેદ ટિપ્સ આયુર્વેદ ડૉક્ટર આયુર્વેદ દિનચર્યા આયુર્વેદ પ્રશ્નોત્તરી આયુર્વેદ માર્ગદર્શન આયુર્વેદ સલાહ આયુર્વેદ સારવાર આયુર્વેદીક સારવાર આરોગ્ય પ્રશ્નોત્તરી આરોગ્ય સમસ્યા આરોગ્યના ઉપાયો આહાર આહાર પદ્ધતિ આહારના નિયમો ઓનલાઇન આયુર્વેદ કન્સલ્ટીંગ કબજિયાત ગુજરાતી આયુર્વેદ પરેજી પેટના રોગો પ્રાણાયામ બસ્તિકર્મ યોગાસન લાઇફકેર આયુર્વેદ લાઇફકેર આયુર્વેદ પ્રશ્નોત્તરી વિરેચન કર્મ વૈદ્ય નિકુલ પટેલ

Share with:


ઘણાં બધા સમયથી કબજિયાતની સમસ્યા રહે છે. અને કાયમ ચૂર્ણથી લઇને અનેક પ્રકારના બજારના ઔષધો નો ઉપયોગ કર્યો. પણ ક્યાય યોગ્ય ઉકેલ નથી મળતો…તો યોગ્ય સમસ્યા બતાવશો.

admin Changed status to publish August 1, 2021

Share with:


નમસ્તે
કબજિયાત એ સામાન્ય રીતે આહાર અને વિહારની ખરાબ આદતોને કારણે થતી હોય છે. મોટેભાગે જો તેનું યોગ્ત આયોજન કરીને ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય મુશ્કેલી પડતી નથી. અને જરૂર જણાય ત્યારે ત્રિફળાં, હરડે, એરંભૃષ્ટ કરિતકી ચૂર્ણ કે દિનદયાલ ચૂર્ણ નો ઉપયોગ કરી શકાય.

પણ બજારમાં મળતાં કાયમચૂર્ણ અને તેના જેવા બીજા ચૂર્ણ કે ગોળી એ કાયમની આદત કરાવી દે છે. વધુ સમસ્યા જણાય તો યોગ્ય રીતે સારવાર લઈને સમસ્યાનું સમાધાન કરી શકાય..

કબજીયાત નાં રોગી એ આ પ્રમાણે આહાર અને વિહારનું આયોજન કરવું….

નીચેનામાંથી માફક આહાર લેવો :-

અજમા, અડદ, અથાણાં, આદું (વધું), આમલી, દ્રાક્ષ, અંજીર, કાકડી, કાળીદ્રાક્ષ (વધુ), કેરી, કોકમ, કોથમીર, કોબીજ, ફ્લાવર, કોળું, ખજૂર, ખાટાંપીણાં, ખાંડ, ખીચડી, ગલકાં, ગાજર, ગાયનું દૂધ (વધું), ગૉળ, ઘઉં, ઘી, ચીકુ, ખોખા, જીરું, જુવાર, ટમેટાં, ટેટી, તલ, તલતેલ, તાંદળજો (વધુ), તુવેર, તૂરીયાં, દાળ, દિવેલ (વધુ), દૂધ, દૂધનો ઉકાળો, દૂધી, ધાણા, પપૈયું (વધુ), પરવળ, પાન, પાપડ, પાલખ, ભડકું – થૂલી (વધુ), ભાખરી, ભાત, ભીંડો, મગ, માખણ, મીઠાઇ (થોડી), મીઠું, (કુમળા) મૂળા, રાઇ, રીંગણ, રોટલી (ગરમ), લસણ (વધુ), લીંબુ, વટાણા (થોડા), વાલ (થોડા), શક્કરીયા, શેરડીનો રસ, સરગવો, હળદર, હીંગ (વધુ)… વગેરે.

નીચેના વિહારનું સેવન હિતકર છે –

ચાલવું, પરિશ્રમ, માલિશ ( પેટ પર દિવેલથી), રેચ, વ્યાયામ (આસનો – રમતો વગેરે), સ્નાન, સ્વીમિંગ, સ્વેદન ( દિવેલ ચોપડેલાં આકડાનાં પાન પેટ પર બાંધીને ઉપર વરાળીયો શેક).

નીચેના આહારનું સેવન ન કરવું –

કઢી, કોદરી, કેળાં, ગવાર, ચણા, ચોખા, છાશ (ખાસ), જમરુખ, ઠંડા પીણાં, તળેલું, દહીં (ખાસ), નારંગી, પાઉં, પાપડી, ફ્રીજનું પાણી, ફ્રુટ જ્યુસ, ફ્રુટ સલાડ, બકરીનું દૂધ, બટાટા, બરફ, બાજરી (ખાસ), બિસ્કિટ (ખાસ), મકાઇ-ડોડા, મગફળી- શીંગ, મસૂર, મેથી, મેથીની ભાજી, વાસી ભોજન, શ્રીખંડ, શિંગોડા, સફરજન, સૂંઠ… વગેરે.

નીચેના વિહારનું સેવન ન કરવું. :-

અતિ મૈથુન, અતિ લંઘન, ઉજાગરા, દિવસની ઊંઘ, પ્રવાસ.

બસ્તિ લેવાનો વિધિ –

સર્જિકલ મેડીકલ સ્ટોરમાંથી ૧૦ મિલિની ડીસ્પોજીબલ સિરીંજ અને ૧૦ નંબરનું રબરનું કેથેટર લેવું. પાંચ મિલિ સહેજ ગરમ દિવેલ અને તેમાં થોડી માત્રામાં હિંગ, સંચળ કે સિંધવ નાંખીને દરદીને ડાબા પડખે સુવડાવવી, ડાબો પગ સીધો રાખી, જમણો પગ નિતંબ તરફ વાંકો વાળી, જાણકાર વ્યકિત દ્વારા ગુદામાં માત્રા બસ્તિ લેવી. બસ્તિ માટેની સિરીંજ અને રબર કેથેટર બરાબર હોવું જોઇએ અને બસ્તિ આપનારે હળવા હાથે એકસરખા દબાણથી બસ્તિ આપવી. અને આ ન ફાવે તો નજીકના પંચકર્મ સેન્ટર પર જઇને માત્રાબસ્તિ લઇ લેવી.

નોંધ – અહિં આપવામાં આવતી તમામ માહિતી એ જાતીય સમસ્યા માટે જાગૃતિ અને જિજ્ઞાસુઓ માટે જ છે.

અહિં આપવામાં આવતી સલાહ અને દવાઓની માહિતી એ લગભગ બધે જ બજારમાં મળતી અને બધા લોકો લઇ શકે તે રીતે જ આપી શકાય છે. વળી, બજારમાં ઉપલબ્ધ ઔષધોની ગુણવત્તા ની અસર પણ પરિણામ પર પડી શકે છે.

આપ ચોક્ક્સ પરિણામ માટે કન્સલ્ટેશન રૂબરૂ અથવા ઓનલાઇન કરાવીને અમારે ત્યાં બનેલી ગુણવત્તાયુક્ત દવાઓ મંગાવીને પણ સારવાર મેળવી શકો છો.

વધુ માહિતી માટે સંપર્ક કરો..

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
Mobile : +91-98250 40844 ( do not call for free guidance)
WhatsApp : https://wa.me/919825040844


અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ 380008
સમય – 10.00 થી 06.30 સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com


યુટ્યુબ ચેનલ
અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો
આયુર્વેદ ચેનલ – http://bit.ly/Ytlifecare
આયુર્વેદ સેક્સોલોજીસ્ટ – http://bit.ly/ytsexo

અમારા વિવિધ પ્લેલિસ્ટ
ગર્ભસંસ્કાર – http://bit.ly/gbsanskar
આયુર્વેદ પ્રશ્નોત્તરી – http://bit.ly/GQAyt
हिंदी टिप्स        –  http://bit.ly/htipsyt
વંધ્યત્વ        – http://bit.ly/infyt
સરલ આયુર્વેદ – http://bit.ly/ayucourse
ગુજરાતી સંવાદ       – http://bit.ly/gtalkyt
Suvarnaprashan – http://bit.ly/sprnyt
ગુજરાતી ટિપ્સ      – http://bit.ly/gtipsyt
English Tips       – http://bit.ly/etipsyt
English Talk       – http://bit.ly/etalkyt
हिंदी वार्तालाप         – http://bit.ly/htalkyt
आयुर्वेद प्रश्नोत्तरी – http://bit.ly/hqayt
Ayurveda Que-Ans – http://bit.ly/eqayt


આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના Whatsapp પર મેળવવા માટે
આપના whatsapp પરથી 9825040844 પર આયુ, આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો.

Telegram – Join our channels –
• Gujarati Tips – https://t.me/ayurvedaguj
• Hindi Tips – https://t.me/ayurvedahin
• English Tips – https://t.me/aurvedaeng
• Sexologist Tips – https://t.me/sexologistayu
• Facebook – http://bit.ly/fb_lifecare
• Twitter – http://bit.ly/lifecare_twit
• Instagram – http://bit.ly/atharva_insta
• Pinterest – http://bit.ly/atharva_pin

ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
https://fb.com/book/atharvaherbalclinic/


આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://lifecareayurveda.com
http://qa.lifecareayurveda.com
http://hindi.lifecareayurveda.com
http://qa.hindi.lifecareayurveda.com
http://gujarati.lifecareayurveda.com
http://qa.gujarati.lifecareayurveda.com
http://sexologist.lifecareayurveda.com
http://sexeducation.lifecareayurveda.com

admin Changed status to publish May 25, 2021
Back to top